Aishwarya Rai-Bachchan અને Shweta Bachchan વચ્ચેના સંબંધો સુધરી ગયા, જોઈ લો ફોટો…

બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાય સમયથી પતિ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે. ફેન્સ બંનેના સંબંધોમાં પડેલાં ભંગાણ માટે સાસુ જયા બચ્ચન (Jaya Bachchan) અને નણંદ શ્વેતા બચ્ચન (Shweta Bachchan)ને જવાબદાર ગણાવી રહ્યા છે.
આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર શ્વેતા અને ઐશ્વર્યાના ફોટોઝ વાઈરલ થઈ રહ્યા છે જેમાં શ્વેતા ઐશ્વર્યા પર વ્હાલ વરસાવતી જોવા મળી રહી છે. ચોંકી ગયા ને? ચાલો તમને જણાવીએ આ પાછળની પૂરી હકીકત જણાવીએ-
ઐશ્વર્યા રાય-બચ્ચન અને શ્વેતા બચ્ચનના સંબંધો હંમેશાથી જ લોકોની ચર્ચાનું કારણ રહ્યા છે. અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે શ્વેતા બચ્ચનને કારણે જ બચ્ચન પરિવાર સાથેના સંબંધોને ખરાબ થયા છે.
થોડાક સમય પહેલાં જ દીકરી આરાધ્યા બચ્ચનના એન્યુઅલ ડે પર અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન સાથે ઐશ્વર્યાને જોઈને ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા કે ચાલો બચ્ચન પરિવારમાં બધુ ઠીક થઈ રહ્યું છે.
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…
આ વચ્ચે ઐશ્વર્યા અને શ્વેતાના આ વાઈરલ થઈ રહેલાં ફોટો નેટિઝન્સ માટે એકદમ ચર્ચાનું કારણ બન્યા છે. ઐશ્વર્યા પર શ્વેતા ખૂબ જ વ્હાલ વરસાવતી જોવા મળી રહી છે.
આ ફોટો વાઈરલ થતાં જ જાણે સોશિયલ મીડિયા પર તો જાણે આગ લાગી ગઈ છે. વાઈરલ ફોટોમાં શ્વેતા ઐશ્વર્યાને ગળે લગાવતી જોવા મળી રહી છે અને ખૂબ જ પ્રેમથી પોઝ આપી રહી છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ વાઈરલ ફોટો રિયલ નહીં પણ એઆઈ જનરેટેડ છે.
જી હા, આ એઆઈ જનરેટેડ ફોટો સોશિયલ મીડિયા પર તૂફાનની જેમ વાઈરલ થઈ રહી છે. હાલમાં સલમાન ખાન (Salman Khan) અને અભિષેક બચ્ચનના સાથે કોફી પીતા ફોટો વાઈરલ થઈ રહ્યા હતા અને પછીથી ખબર પડી કે આ ફોટો પણ એઆઈ જનરેટેડ હતા. જ્યારથી ટેક્નોલોજી આગળ વધી છે ત્યારથી સ્ટાર્સ અને જાણીતા લોકોના ડીપ ફેક વીડિયો અને ફોટો વાઈરલ થતાં જ હોય છે.