મનોરંજન

કોણ બન્યું Salman Khan-Aishwarya Rai-Bachchanની લવ સ્ટોરીમાં વિલન? વર્ષો બાદ સલમાને કર્યો ખુલાસો…

બોલીવૂડમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય-બચ્ચનની લવસ્ટોરી (Salman Khan-Aishwarya Rai-Bachchan Love Story) કંઈ નવી નથી. એક સમય હતો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન અને ઐશ્વર્યાનું નામ સાથે લેવામાં આવતું હતું અને લોકો પણ બંનેને મેડ ફોર ઈચ અધર, આઈડિયલ કપલ તરીકે જોતા હતા. પરંતુ બાદમાં એ જ થયું જેનો ડર હતો. આ સુંદર અને બેસ્ટ દેખાતા કપલને નજર લાગી અને બંનેનું બ્રેકઅપ થયું. પરંતુ શું તમને ખબર છે આ બંનેની લવ સ્ટોરીમાં વિલનની ભૂમિકા કોણે ભજવી? ચાલો આજે તમને એના વિશે જણાવીએ… ખુદ સલમાન ખાને આ વિશે ખુલાસો કર્યો છે.

ઐશ્વર્યા રાય સલમાન ખાનને એટલો પ્રેમ કરતી હતી કે તે તેના માતા-પિતાની વિરુદ્ધ થઈ ગઈ હતી. અમુક રિપોર્ટ્સમાં તો ત્યાં સુધી કહેવામાં આવતું હતું કે ઐશ્વર્યાએ સલમાન માટે માતા-પિતાનું ઘર પણ છોડી દીધું હતું અને લોખંડવાલામાં એપાર્ટમેન્ટમાં રહેવા જતી રહી હતી. પરંતુ આ એપાર્ટમેન્ટ જ ઐશ્વર્યા માટે બેડ લક લઈને આવ્યું અને અહીંથી તેની મુશ્કેલીઓ શરૂ થઈ.

સલમાન અને ઐશ્વર્યા વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો અને ગુસ્સે ભરાયેલો સલમાન રાતે તેના આ એપાર્ટમેન્ટ પર પહોંચી ગયો અને ડ્રામા શરૂ થઈ ગયો. ઐશ્વર્યાએ દરવાજો નહીં ખોલ્યો અને વહેલી સવારે 3 વાગ્યા સુધી આ બધું ચાલતું રહ્યું. પડોશીઓએ પોલીસ પણ બોલાવી લીધી. બીજા દિવસે ઐશ્વર્યાના પિતાએ જઈને પોલીસ સ્ટેશનમાં સલમાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ આખી ઘટના વિશે સલમાન ખાન (Bollywood Actor Salman Khan)એ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે આ ઘટના હકીકત છે પરંતુ મીડિયાએ આમાં મિર્ચ-મસાલા નાખીને સમાચાર બનાવ્યા. કયા સંબંધમાં ઝઘડા નથી થતાં? પરંતુ એનો અર્થ એ નથી કે તમે એકબીજાને પ્રેમ નથી કરતા? આ બધું એક રિલેશનશિપમાં થાય છે, કારણ કે તમારી વચ્ચે પ્રેમ હોય છે.

સલમાન ખાને આગળ ઐશ્વર્યાના પેરેન્ટ્સ માટે એવું પણ કહ્યું હતું કે તેઓ સારા માણસ છે અને મારા પરિવારની જેમ જ રૂઢિવાદી પણ છે. તેમણે મારા ભૂતકાળ વિશે સાંભળ્યું છે અને તેઓ નહોતા ઈચ્છતા કે હું ઐશ્વર્યાના જીવનમાં રહું. પણ મારી ભૂલ છે, એમની નહીં. મારે પહેલાં જ સમજી જવું જોઈતું હતું. મેં એમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે.


બ્રેકઅપના વર્ષો બાદ સલમાન ખાને આડકતરી રીતે તેની ઐશ્વર્યાની લવ સ્ટોરીના ધ એન્ડ માટે ઐશ્વર્યાના માતા-પિતાને જવાબદાર ગણાવ્યા હતા. બ્રેકઅપ બાદ સલમાન અને ઐશ્વર્યા ક્યારેય એકબીજા સાથે જોવા નથી મળ્યા.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button