વિક્રાંત મેસ્સીએ કેમ કહ્યું હું ઓક્સિજન વિના પહોંચ્યો છું અને એ પણ ખુલ્લા પગે…

Vidhu Vinod Chopra Film 12th Fail અત્યારે ખૂબ જ લાઈમલાઈટમાં છે અને દર્શકો તો દર્શકો પણ સેલેબ્સથી લઈને બિઝમેસમેન સુદ્ધા આ ફિલ્મના દિવાના થઈ ગયા છે અને એની જ વાતો, તેમ જ વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં આઈપીએસ ઓફિસર મનોજ શર્માનો રોલ કરીને એક્ટર વિક્રાંત મેસી એકદમ છવાઈ ગયો છે. તેણે આ રોલ એટલી બખૂબી નિભાવ્યો છે કે બોલીવૂડ સ્ટાર્સ અને ફેન્સ પણ એના ફેન થઈ ગયો છે. આ ફિલ્મમાં કો-રાઈટર જસકુંવર કોહલીએ ફિલ્મમાં વિક્રાંત મેસ્સી સાથે સંકળાયેલો એક સુંદર કિસ્સો શેર કર્યો છે.
આવો જોઈએ શું છે આ કિસ્સો… જસકુંવર કોહલીએ ફિલ્મની શૂટિંગ દરમિયાનના કેટલાક ફોટો શેર કરતાં જણાવ્યું હતું કે હું ક્યારેય એ પળને નહીં ભૂલી શકું જ્યારે ક્લાઈમેક્સમાં વિક્રાંત મેસ્સી રડી રહ્યો હતો.
ફાઈનલ રિઝલ્ટનો સીન શૂટ કરતી વખતે વિક્રાંતને વારંવાર પોતાના ઘૂંટણીયે પડવું પડતું હતું. તે દરેક વખતે એટલી ગંભીરતાથી રડ્યો છે કે જે ખરેખર ખૂબ જ અવિશ્વનીય છે. ટેકની વચ્ચોવચ્ય જ્યારે જ્યારે શોટ માટે ઊભો થતો હતો ત્યારે એક જ લાઈન કહેતો હતો હું અહીંયા સુધી કોઈ પણ પ્રકારના ઓક્સિજન સપોર્ટ વિના પહોંચ્યો હતો અને એ પણ ઉઘાડા પગે… તેમણે કેપ્શનમાં આગળ લખ્યું હતું કે શોટ પૂરો થયા બાદ પણ વિક્રાંત મેસ્સી જમીન પર જ બેસી ગયો હતો, પણ એની આંખમાંથી આંસુ રોકાવવાનું નામ જ નહોતા લઈ રહ્યા છે.

એ સતત રડતો રહ્યો હતો. મેધાએ એને ખભાથી પકડ્યો અને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે આંસુભરી આંખો સાથે કહ્યું કે આ મારી સ્ટોરી પણ છે અને અહીંયા સુધી પહોંચવામાં મને 19 વર્ષ લાગ્યા હતા. હું અહીંયા સુધી કોઈ પણ પ્રકારના ઓક્સિજન સપોર્ટ વિના પહોંચ્યો છું અને એ પણ ખુલ્લા પગે… આ મારી સ્ટોરી પણ છે.
થિયેટરમાં ફિલ્મ 12th Failના 100 દિવસ પૂરા થતાં ડિરેક્ટર વિધુ વિનોદ ચોપ્રાએ ખુલાસો કર્યો હતો કે મને ડરાવી દેવામાં આવ્યો હતો કે આ ફિલ્મ નહીં ચાલે. મારી પત્નીએ જ મને કહ્યું હતું કે કોઈ પણ તારી કે વિક્રાંત મેસ્સીની આ 12th Fail ફિલ્મ જોવા થિયેટર નહીં જાય.
મળી રહેલા રિપોર્ટ્સ અનુસાર 12th Failની સફળતા બાદ હવે વિક્રાંત મેસ્સી ફેમસ ડિરેક્ટર રાજકુમાર હિરાની સાથે કામ કરશે. હિરાનીએ ઓટીટી પર ડેબ્યુ કરવાની પૂરેપૂરી તૈયારીઓ કરી લીધી છે અને એને લીડ રોલ માટે વિક્રાંત મેસ્સીને સિલેક્ટ કર્યો છે, આ વેબસિરીઝમાં વિક્રાંત મેસ્સી સાઈબર ક્રાઈમ સિક્યોરિટી એક્સપર્ટ્સની ભૂમિકામાં જોવા મળશે.