અકસ્માત બાદ વિજય દેવરકોંડાએ આપી હેલ્થ અપડેટ, ચોંહકોને થયો હાશકારો | મુંબઈ સમાચાર
મનોરંજન

અકસ્માત બાદ વિજય દેવરકોંડાએ આપી હેલ્થ અપડેટ, ચોંહકોને થયો હાશકારો

મુંબઈ: તેલુગુ ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય અભિનેતા વિજય દેવરકોંડા સાથે ગઈકાલે એક રોડ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લઈ આજે પહેલી પ્રતિક્રિયા આપી છે. અકસ્માતની જાણ થતાની સાથે વિજયના ફેન્સમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતુું. જ્યારે હવે તેની પહેલી પ્રતિક્રિયા બાદ વિજયના ફેન્સે હાશકરો અનુભવ્યો છે.

વિજયે આપી આરોગ્યની અપડેટ

વિજય દેવરકોંડાએ તેના એક્સ (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર પોતાની પરિસ્થિતિને લગતી એક પોસ્ટ લખી હતી. તેણે લખ્યું કે તે બરાબર છે અને ચાહકોએ ટેનશન લેવાની જરૂર નથી. “કાર ભટકાઈ, પણ અમે બધા સલામત છીએ. મારા માથામાં નાની ઈજા થઈ છે, જેનાથી થોડું દુખાવો છે, આરામથી બધુ બરાબર થઈ જશે”.

વિજય સાથે આ ઘટના તેલંગાણાના જોગુલમ્બા ગડવાલ જિલ્લામાં હૈદરાબાદ-બેંગલુરુ હાઈવે પર બની હતી. વિજય તેના પરિવાર સાથે પુટ્ટપર્થીના પ્રશાંતિ નિલયમ આશ્રમમાં સાંઈ બાબાની મહાસમાધિના દર્શન કરવા ગયા હતા. હૈદરાબાદ પરત ફરતી વખતે તેમની લેક્સસ LM350 કારને અકસ્માત નડ્યો હતો. જો કે ટક્કર મારી અન્ય વાહન ચાલક ફરાફર થયો હતો. પરંતુ આ ઘટનામાં વિજય સહિત તેના પરિવારના સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે સદનસીબ ગંભીર ઘટના બની ન હતી.

આ ઘટના દરમિયાન વિજયની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, જેમાં તેમના હાથમાં સગાઈની રીંગ જોવા મળી. આથી અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાથે તેમની સગાઈની ચર્ચાઓ શરૂ થઈ. એવું કહેવાય છે કે બંનેએ ગયા અઠવાડિયે ચૂપચાપ સગાઈ કરી લીધી, અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરવાની યોજના છે. જોકે, આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ, વિજયના ડ્રાઈવરે ટક્કર મારનાર વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો…હૈદરાબાદ-બેંગલુરૂ હાઈવે પર અભિનેતા વિજય દેવરકોંડાને નડ્યો અકસ્માત, ફેન્સ થયા ચિંતિત…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button