હૈદરાબાદ-બેંગલુરૂ હાઈવે પર અભિનેતા વિજય દેવરકોંડાને નડ્યો અકસ્માત, ફેન્સ થયા ચિંતિત…

હૈદરાબાદઃ સાઉથની લોકપ્રિય અભિનેતા વિજય દેવરકોંડાને અકસ્માત નડ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જોગુલાંબા ગડવાલ જિલ્લામાં વિજય દેવરકોંડાનો કાર અકસ્માત થયો છે. મળતી વિગતો પ્રમાણે હૈદરાબાદ-બેંગલુરૂ હાઈવે પર તેની ગાડીને પાછળથી બીજી ગાડીએ ટક્કર મારી હતી. જો કે, જાનમાલને કોઈ નુકસાન થયું હોવાના સમાચાર મળ્યાં નથી. માત્ર વિજય દેવરકોંડાની કારને સામાન્ય નુકસાન થયું છે.
હૈદરાબાદ પરત ફરતા નડ્યો અકસ્માત
મળતી વિગતો પ્રમાણે વિજય દેવરકોંડા પુટ્ટપર્થીથી હૈદરાબાદ પરત ફરી રહ્યો હતો. રવિવારે જોગુલંબા ગડવાલ જિલ્લાના ઉંડાવલ્લી મંડલમાં વારસિદ્ધિ વિનાયક લીફ મિલ પાસે આ અકસ્માત થયો હતો. સદનસીબે અભિનેતા કે તેમની સાથે મુસાફરી કરી રહેલા કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નથી. જેથી દરેક રાહતનો શ્વાસ લીધો છે. જાણવા એવું મળ્યું છે કે, વિજય દેવરકોંડાની કારને ટક્કર મારીને બીજો કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વિજયે ફરિયાદ નોંધાવી
અભિનેતા વિજય દેવરકોંડા આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ફરિયાદ નોંધાવી દીધી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ અત્યારે અભિનેતા વિજય દેવરકોંડાની કારને ટક્કર મારનારી બીજા કાર અને તેના ડ્રાઈવરની શોધ કરી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અકસ્માત બાદ પોલીસને જાણ કરીને વિજય દેવરકોંડા સુરક્ષિત રીતે હૈદરાબાદ પહોંચી ગયો હતો.
વિજયને અકસ્માત નડ્યો હોવાથી ફેન્સ ચિંતિત
વિજય દેવરકોંડાને અકસ્માત નડ્યો હોવાથી તેના ફેન્સ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા લાગ્યાં હતાં. જો કે તેને કોઈ હાનિ ના થઈ હોવાથી ફેન્સ રાહતનો શ્વાસ લીધો હતો. તેના સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થનાઓ કરવા લાગ્યાં હતા. એક ચાહકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું કે, ‘ભગવાનનો આભાર કે, વિજય સર સુરક્ષિત છે’. આ સાથે સામેના કારચાલક સામે કાર્યવાહી કરવા માટે પણ ચાહકો માંગણી કરી રહ્યાં છે.
આ પણ વાંચો…રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ કરી સગાઈ: જાણો ક્યારે થશે તેમના લગ્ન