બિગ બીએ ‘મંજુલિકાની વર્ષો જૂની કઇ ઈચ્છા પૂરી કરી ‘આજ રપટ જાયે’ ગીત પર રોમેન્ટિક ડાન્સ કર્યો

વિદ્યા બાલને ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3‘ને લઈને ઘણી ઉત્સુક્તા જગાવી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને જોયા બાદ દર્શકોની ઉત્સુકતા ઘણી વધી ગઈ છે. દરમિયાન વિદ્યા બાલન અને કાર્તિક આર્યન અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ 16માં જોવા મળ્યા હતા. બંને તેમની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ના પ્રમોશન માટે આવ્યા હતા. ત્રણેએ સાથે મળીને ખૂબ જ મસ્તી કરી હતી.
આ સમય દરમિયાન, એક પ્રોમો સામે આવ્યો છે જેમાં વિદ્યા બાલન બિગ બી સાથેની તેની લાગણીઓ વિશે વાત કરે છે. તે કહે છે કે બિગ બી વિશે તેની એક ઈચ્છા હતી જે અધૂરી રહી ગઇ હતી, પરંતુ હવે વર્ષો પછી બિગ બીએ તેમની ઈચ્છા પૂરી કરી દીધી છે.
વિદ્યાએ બિગ બીને જણાવ્યું હતું કે, ‘આજ રપટ જાયે તો હમેં ના ઊઠઇયો ગીત પર તમારી સાથે ડાન્સ કરવાનું મારું હંમેશાથી સપનું હતું, પરંતુ ‘પા’ ફિલ્મમાં મેં તેમની માતાની ભૂમિકા ભજવી હોવાથી તેમણે મારી સાથે મંકી ડાન્સ કર્યો હતો.’ વિદ્યાએ કહ્યું હતું કે, ‘પા’ના શૂટિંગ દરમિયાન મારો બચ્ચન સર સાથે એક સીન હતો.
આપણ વાંચો: ‘ભૂલભુલૈયા-3’માં નજર આવશે આ મિસ્ટ્રી ગર્લ, કાર્તિકે અભિનેત્રીનો ચહેરો છુપાવી પૂછ્યો સવાલ
‘આજ રપટ જાયે તો હમને ના ઊઠઇયો’ ગીત પર અમારે ડાન્સ કરવાનો હતો, પણ એ ફિલ્મમાં હું તમારી માતાનું પાત્ર ભજવી રહી હતી એટલે મારે તમારી સાથે બાળક શૈલીમાં મંકી ડાન્સ કરવો પડ્યો હતો અને મારી તમારી સાથે આ ગીત પર ડાન્સ કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી.
આ સાંભળ્યા બાદ બિગ બી વિદ્યાને સ્ટેજ પર ડાન્સ કરવા કહે છે અને બંને ફરી એક જ ગીત પર ડાન્સ કરે છે. બિગ બીએ આખરે વિદ્યાની આ વર્ષો જૂની ઈચ્છા પૂરી કરી જ દીધી.
ફેન્સ આ વીડિયો પર બંને પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. દરેક જણને તેમનો ડાન્સ ગમ્યો છે. કોઈ એવી ટિપ્પણી કરી રહ્યું છે કે બે પ્રતિભાશાળી કલાકારોને એકસાથે જોઈને આનંદ થયો. એકે લખ્યું કે કોઈએ આ બંનેને ફરીથી સાથે કાસ્ટ કરવા જોઈએ.
બિગ બીની ફિલ્મોની વાત કરીએ તો હાલમાં જ તેમની ફિલ્મ વેટ્ટિયન રિલીઝ થઈ છે જેમાં તેમની સાથે રજનીકાંત જોવા મળી રહ્યા છે. બંને લાંબા સમય પછી ફિલ્મમાં સાથે જોવા મળ્યા છે. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી.