વિદ્યા બાલન પણ નવરાત્રી દરમિયાન ફોલો કરે છે કલરકોડઃ જુઓ તસવીરો

નવરાત્રીનો તહેવાર રંગ પકડી રહ્યો છે. વરસાદની શક્યતા વચ્ચે ખેલૈયાઓ રોજ નવા નવા પરિધાન અને સ્ટેપ્સ સાથે ગરબે ઘુમી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ નવરાત્રી રંગેચંગે ઉજવાય છે. મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં જો તમે જશો તો મહિલાઓ તમને એકસરખા કલરના કપડા પહેરતી દેખાશે. ઓફિસોમાં, રેલવે પ્લેટફોર્મ પર, લોકલ ટ્રેનમાં તમને મહિલાઓ એકસરખા રંગના કપડા પહેરેલી દેખાશે. આ રંગો સાથે ભાવનાઓ અને પ્રતીકોને જોડવામાં આવે છે.

દર વર્ષે નવરાત્રીનો કલરકોડ વાયરલ થાય છે અને દરેક નોરતે ક્યો કલર પહેરવો તે મહિલાઓ જાણી લે છે. આ કલરકોડ હવે અભિનેત્રી વિદ્યા બાલને પણ ફોલો કર્યો છે. વિદ્યા રોજ એક એક કલરની સાડી પહેલી પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર પોસ્ટ કરે છે. આજે ચોથા નોરતે પીળો કલર પહેરવાનો છે, તો વિદ્યાએ પીળી ફ્લોરલ સાડીમા સુંદર ફોટા શેર કર્યા છે.
અગાઉ પહેલે નોરતે વિદ્યાએ સફેદ રેશમી સાડી પહેરી પવિત્રતાનો સંદેશ આપ્યો, બીજા બીજા વિદ્યાએ લાલ સાડીમાં શક્તિ અને ઉર્જાનો સંદેશ આપ્યો, ત્રીજા દિવસે બ્લ્યુ સાડીમાં શાંતિ અને સમૃદ્ધિનું દર્શાવી અને આજે તેણે પીળી સાડી પહેરી છે તે સૂર્ય અથવા પ્રકાશનું પ્રતીક છે.

વિદ્યા તેની સાડીઓ માટે ઘણી જ લોકપ્રિય છે. વિદ્યા મોટેભાગે ફંકશન્સમાં પણ સાડી પહેરેલી દેખાય છે. ઘણી જાણીતી સાડી બ્રાન્ડની તે એમ્બેસેડર પણ છે. વિદ્યાએ હંમેશાં પોપ્યુલર સેન્ટિમેન્ટ્સથી વિરુદ્ધ જ કામ કર્યું છે. પોતે શરીરમાં થોડી હેલ્ધી હોવાનો તેને કોઈ અફસોસ નથી અને પોતાના રંગ, ઢંગ મામલે તે ખૂબ જ સ્પષ્ટ બોલે છે.

ફિલ્મોના સિલેક્શનમાં પણ તે ઘણી અલગ છે અને મોટેભાગે તેણે હીરોઈન સેન્ટ્રિક વિષયો પર ફિલ્મો આપી છે અને તે સફળ પણ નિવડી છે. જોકે અભિનેત્રી થોડા સમયથી ફિલ્મોમાં દેખાતી નથી, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે કનેક્ટેડ છે.

આ પણ વાંચો…વિદ્યા બાલને છ મહિના સુધી મિરરમાં પોતાનો ચહેરો જોયો નહોતો, કારણ શું હતું?