મનોરંજન

અમિતાભને ચાર કરોડની ગિફ્ટ આપવી પડી ભારે, ફિલ્મ મેકરને માતાએ ચખાડ્યો મેથીપાક

વિધુ વિનોદ ચોપરાએ વર્ષ 2007માં એક ફિલ્મ બનાવી હતી. ફિલ્મનું નામ હતું ‘એકલવ્યઃ ધ રોયલ ગાર્ડ’. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાન, સંજય દત્ત અને વિદ્યા બાલન જેવા મોટા સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવ્યા હતા.
મજબૂત સ્ટાર કાસ્ટ ધરાવતી આ ફિલ્મને વિવેચકોએ ઘણી વખાણી હતી. જોકે, દર્શકો થિયેટરમાં પહોંચ્યા નહીં. આ ફિલ્મ દર્શકોને પસંદ આવી નહોતી અને ફ્લોપ રહી હતી. જોકે, આ ફિલ્મને એ વર્ષે ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી.

તાજેતરમાં એક વાતચીતમાં ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ આ ફિલ્મની યાદો તાજી કરી હતી અને જણાવ્યું હતું કે બજેટની મર્યાદાને કારણે તેમણે અમિતાભ બચ્ચન માટે 65,000 રૂપિયાના ભાડાનો હોટેલ રૂમ બુક કર્યો નહોતો. આ ફિલ્મ ખૂબ જ ચુસ્ત બજેટમાં બની હતી. બજેટની તંગીના કારણે તેમણે અમિતાભ બચ્ચન માટે 65 હજાર રૂપિયાનો રૂમ બુક કરાવવાનો ઈન્કાર કરી દીધો હતો. વિધુ અમિતાભ માટે તો આટલા બધા ભાડાનો રૂમ બુક કરી શકતા હતા, પણ તો પછી તેમણે સૈફ અને સંજય માટે પણ આવો મોંઘો રૂમ બુક કરવો પડે તેમ હતો, કારણ કે અમિતાભ પોતાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે તેમ નહોતા ઇચ્છતા અને બધાને આવો મોંઘો રૂમ આપવો વિધુ વિનોદ ચોપરાને પરવડે તેમ નહોતો. બજેટની તંગીને કારણે તેમણે અમિતાભ બચ્ચન માટે 65 હજાર રૂપિયાનો રૂમ બુક કરાવવાનો ઈન્કાર કરી દીધો હતો.

જોકે, બાદમાં વિધુ વિનોદ ચોપરાએ અમિતાભ બચ્ચનને કરોડો રૂપિયાની ભેટ આપી હતી. તેમણે કહ્યું કે જ્યારે તેમણે તેમની કારકિર્દીમાં કમાણી કરી ત્યારે તેમણે અમિતાભ બચ્ચનને 4 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ ફેન્ટમ ગિફ્ટ કરી હતી. જ્યારે તેમણે બિગ બીને રોલ્સ રોયસ ફેન્ટમ આપી ત્યારે વિધુ પોતે મારુતિ વાન ચલાવતા હતા.

આ પણ વાંચો : ન્યુ યોર્કમાં સોલો ટ્રીપ માણી રહી છે બચ્ચન બહુ

જ્યારે તેઓ અમિતાભને કાર આપવા ગયા ત્યારે તેમની માતાને તેમની સાથે લઈ ગયા હતા. તેમની માતાએ જ અમિતાભ બચ્ચનને કારની ચાવી આપી હતી. બાદમાં તેઓ આવીને તેમની કારમાં બેઠા, જે વાદળી રંગની મારુતિ વાન હતી. તેમની માતા બિગ બીને લંબુ કહેતી હતી. તે સમયે વિધુ પાસે કોઈ ડ્રાઈવર નહોતો. એટલે તેઓ જ કાર ચલાવતા હતા.

અમિતાભ બચ્ચનને ભેટ આપ્યા બાદ વિધુ વિનોદ ચોપરાને તેમની માતાએ થપ્પડ મારી હતી. તેમણે પોતે આ વાત કહી હતી અને કહ્યું હતું કે, માતાએ મને સવાલ કર્યો કે, ‘શું તમે લમ્બુને કાર આપી? મેં કહ્યું, ‘હા.’ તેણે સવાલ કર્યો, તમે જાતે કાર કેમ નથી લેતા? મેં તેને કહ્યું કે, ‘હું કાર ખરીદીશ, થોડો સમય લાગશે.’ તેમણે જવાબ આપ્યો અને કહ્યું, ‘તે 11 લાખ રૂપિયા હોવા જોઈએ.’ આ સાંભળતા જ હું હસવા લાગ્યો કારણ કે મમ્મીને ખબર નહોતી કે આ કારની કિંમત 4 કરોડ રૂપિયા છે. મેં તેમને કિંમત કહી અને પછી તેણે મને થપ્પડ મારી અને મને મૂર્ખ કહ્યો. વિધુ વિનોદ ચોપરાએ કહ્યું કે હું તે વાત ક્યારેય ભૂલી શકતો નથી કારણ કે હું માનું છું કે એવા પૈસા શું કામના જે તમને ખુશી ન આપી શકે.

વિધુ વિનોદ ચોપરાની છેલ્લી ફિલ્મ 12th fail હિટ ગઈ હતી. આ ફિલ્મના દિગ્દર્શનની સાથે તેણે તેનું લખાણ અને નિર્માણ પણ કર્યું હતું. આ ફિલ્મમાં વિક્રાંત મેસી લીડ રોલમાં જોવા મળ્યો હતો. લગભગ 20 કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 69 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…