મનોરંજન

Video Viral: પાર્ટીમાં ઉમરાવજાન Rekha સાથે થયું કંઈક એવું કે…

બોલીવૂડમાં આજે પણ રેખા પોતાની સુંદરતા, એક્ટિંગ અને ડાન્સથી ફેન્સને દિવાના બનાવે છે. 70 વર્ષે રેખાની સુંદરતા જોઈને કોઈ પણ વિશ્વાસ ના કરી શકે કે એવરગ્રીન ઉમરાવજાન 70 વર્ષની છે. રેખા ભલે લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોય પણ તેઓ ફેશન શોઝ, પાર્ટી અને સ્ક્રિનિંગ સમયે તેમની એક ઝલક જોવા માટે પણ ફેન્સ, પેપ્ઝ સૌ કોઈ આતુર હોય છે. જોકે, હવે સોશિયલ મીડિયા પર રેખાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં આ દિગ્ગજ અદાકારા વારંવાર ડગમગાતા જોવા મળી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આ પાછળનું કારણ-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે રેખાજી એક પાર્ટીમાં પહોંચે છે. આ સમયે તેમણે ઓફ વ્હાઈટ કલરની સાડી, ડાર્ક મરુન લિપસ્ટિક અને અંબોડામાં ગજરો અને કાનમાં હેવી ઝુમખાં પહેર્યા છે. પરંતુ આ વીડિયોમાં રેખાજી વારંવાર લડખડાતા અને પડતાં જોવા મળી રહ્યા છે. પહેલાં તો રેખા હાઈ હિલ્સને કારણે પોતાની જાતને પડતાં બચાવે છે.

આ પણ વાંચો: રેખા સાથે સેલ્ફી કાઢી પોસ્ટ કરોઃ બીગ બીના સવાલનો આવો જવાબ આપ્યો યુઝરે

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે જેવો રેખાજીનો પગ લપસે છે કે તરત જ જેકી શ્રોફ અને રાણી મુખર્જી તેમને સંભાળી લે છે. પરંતુ જ્યારે રાણી મુખર્જીની સાડી રેખાની હિલ્સમાં ફસાઈ જાય છે અને તે ફરી વખત પડતાં પડતાં બચે છે. રેખાજીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર નેટિઝન્સની જાત જાતની પ્રતિક્રિયા આવી રહી છે.

આ પણ વાંચો: સૂટબૂટમાં આવેલી રેખાને એકીટશે જોતા રહ્યા અમિતાભ બચ્ચન, જયા બચ્ચને આપ્યું આવું રિએક્શન…

આ વીડિયો જોઈને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે 70 વર્ષે રેખાજીની સુંદરતા તો જળવાઈ રહી છે, પણ હવે કદાચ રેખાજીને તેમના પગ સાથ નથી આપી રહ્યા. આ પહેલી વખત નથી કે આ રીતે કોઈ ઈવેન્ટમાં રેખાજીના પગ લડખડાયા હોય. આ પહેલાં તેમના પગ આ રીતે ડગમગાયા હતા.

એક યુઝરે કમેન્ટ આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે રેખાજી પોતાની સુંદરતાથી માધુરી દીક્ષિત અને રાણી મુખર્જીને ટક્કર મારે છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે ગનીમત છે કે રેખાજી ઠીક છે. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે રાણી અને જેકીજી રેખાની મદદ કરી રહ્યા છે પણ માધુરી તો મદદ માટે બિલકુલ આગળ નહીં આવી. અત્રે ઉલ્લેખનીય છે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે કમેન્ટ બોક્સ આવા પ્રકારની કમેન્ટ્સથી ભરાઈ ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button