વાયરલ વીડિયો: પારસ છાબડાએ શેફાલીને આપ્યા હતા મૃત્યુના અણસાર, જન્માક્ષર જોઈ કરી હતી ભવિષ્યવાણી...

વાયરલ વીડિયો: પારસ છાબડાએ શેફાલીને આપ્યા હતા મૃત્યુના અણસાર, જન્માક્ષર જોઈ કરી હતી ભવિષ્યવાણી…

મુંબઈ: ગુજરાત મૂળની શેફાલી જરીવાલા જેને ‘કાંટા લગા’ ગીતથી રાતો રાત ખ્યાતિ મળી હતી. આ ગીત બાદ તેણે મુવી અને રિયલીટી શોમાં પણ કામ કર્યું છે. અને દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી. 27 જૂનના રાતે એટેક આવતા 42 વર્ષની વયે તેનું અકાળ મોત થયું હતું. આ સમાચારથી ટીવી જગત સહિત ચાહકોમાં દુખનું મોજુ ફરી વળ્યું હતું. તેના મોત બાદ અનેક અટકણોની ચર્ચાએ જોર પકડ્યું છે.

આ દરમિયાન શેફાલી જરીવાલાનો અભિનેતા પારસ છાબડા સાથેનો પોડકાસ્ટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શેફાલીના જન્માક્ષરની ચર્ચા થઈ હતી. ઓગસ્ટ 2024માં પારસ છાબરાના ‘અબરા કા ડબરા શો’ પોડકાસ્ટમાં શેફાલી ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. પારસે જણાવ્યું કે શેફાલીની જન્માક્ષરમાં ચંદ્ર, બુધ અને કેતુ આઠમા ઘરમાં છે, જે અચાનક મૃત્યુ, ખ્યાતિ, છુપાયેલા રહસ્યો અને ચિંતા જેવી સમસ્યાઓનો સંકેત આપે છે. આ વીડિયો વાયરલ થતાં ચાહકોએ કોમેન્ટમાં પારસની જ્યોતિષ વિશેની જાણકારીની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, “પારસની જ્યોતિષ વિશેની જાણકારી અદ્ભુત છે.”

શેફાલી અને પારસ બિગ બોસ 13માં સાથે જોવા મળ્યા હતા અને તેમની વચ્ચે સારી મિત્રતા હતી. પારસ શેફાલીને ‘ભાભી’ કહીને બોલાવતો હતો અને તે શેફાલીના પતિ પરાગ ત્યાગીનો પણ સારો મિત્ર છે. પરસ છાબરા એક મોડલ અને અભિનેતા છે, જેમણે 2012માં MTV ઈન્ડિયાના સ્પ્લિટ્સવિલા 5માં ભાગ લઈને કારકિર્દી શરૂ કરી હતી. તેમણે ‘કલીરીન’, ‘કર્ણ સંગિની’, ‘વિઘ્નહર્તા ગણેશ’ અને ‘અઘોરી’ જેવા શોમાં કામ કર્યું. બિગ બોસ 13માં તે ફાઈનલિસ્ટ હતા અને 10 લાખની રકમ સાથે બહાર નીકળ્યા. આ વીડિયો અને શેફાલીના નિધનથી ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે.

આપણ વાંચો : શેફાલી જરીવાલાનું આકસ્મિક નિધનઃ શું બ્યુટી ટ્રીટમેન્ટ બની મોતનું કારણ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button