હેં કરીના કપૂરે કરાંચીની રેવ પાર્ટીમાં ડાન્સ કર્યોઃ જૂઓ વાયરલ વીડિયો

બેબોના નામથી ફેમસ અભિનેત્રી કરીના કપૂરની ફેન ફોલોઈંગ આખા વિશ્વમાં છે. 44 વર્ષીય કરીના કપૂર (Kareena Kapoor) અભિનેત્રી તરીકે તો ફેમસ છે જ, સાથે તેની ફેશન, ફીટનેસ પણ લોકોને ખૂબ ગમે છે. સોશિયલ મીડિયા પર પણ કરીના ખૂબ જ એક્ટિવ રહે છે, પણ હાલ તો તેનો એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોઈને તેના ઈન્ડિયન ફેન્સ ભારે ખફા છે.
આ વીડિયો પાકિસ્તાનના કરાંચીનો છે અને તેમાં કરીના કપૂર નાચતી દેખાય છે. ના ભઈ કરીના કપૂર પાકિસ્તાન નથી ગઈ પણ તેનો એનિમેટેડ વીડિયો બનાવી તેને સ્ક્રીન પર દેખાડયો છે. રહેલા એવો ડાયલોગ બોલાય છે કે કૌન હૈ વો જો મુજે મુડકર નહીં દેખતા અને પછી ડાન્સ આઈટમ શરૂ થઈ જાય છે. તેપણ સમસ્યા એ છે કે આ રેવ પાર્ટી હોવાનું માનવામાં આવે છે અને તેમણે કરીનાનો બનાવેલો વીડિયો એકદમ બેકાર છે.
આ પણ વાંચો: 41 વર્ષે બીજી વખત પ્રેગ્નન્ટ છે આ જાણીતી ટીવી એક્ટ્રેસ, બેબી બંપ ફ્લોન્ટ કરીને કહ્યું…
કરીના કપૂરને ખૂબ જ વિચિત્ર બતાવવામાં આવી છે અને તેનો ડાન્સ પણ વિચિત્ર છે. પાકિસ્તાની ફેન્સ તો તેનાં ડાન્સ પર નાચી રહ્યા છે, પરંતુ અહીંના ફેન્સને ગુસ્સો આવ્યો છે. ઘણાએ કમેન્ટ્સ કરી છે કે તમારી પાસે રેવ પાર્ટી માટે પૈસા છે, તો અમુકે લખ્યું છે કે અમને તો એમ કે તમારી પાસે ક્રિકેટ માટે જ પૈસા છે. ઘણાએ વીડિયો ડિલિટ કરવાની માગણી પણ કરી છે.