હવે ભગવાન પરશુરામ બનશે વિકી કૌશલ

હોરર કોમેડી સ્ત્રી 2ની અપાર સફળતા બાદ મેડૉક ફિલ્મ્સ આગામી સમયમાં ઘણી શાનદાર ફિલ્મો લઈને આવી રહી છે, જેમાંની એક મહાવતાર છે. સ્ત્રી- 2 ફિલ્મની નિર્માતા જોડી દિનેશ વિજન અને અમર કૌશિક અભિનેતા વિકી કૌશલ સાથે ફિલ્મ મહાવતાર લઇને આવી રહ્યા છે. આ ફિલ્મની આજે જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મમાંથી વિકીનો ફર્સ્ટ લૂક બહાર આવ્યો છે, જેમાં વિકી કૌશલ ભગવાન પરશુરામના રોલમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મનું પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે સુપરસ્ટાર વિકી કૌશલ ભગવાન પરશુરામના ડેશિંગ લુકમાં જોવા મળી રહ્યો છે.
ફિલ્મમાં તેનો લુક એટલો અદભૂત છે કે કોઇને પણ એક વાર એવો વિચાર આવી જાય કે આ વિકી કૌશલ જ છે કે પછી અન્ય કોઇ છે. વિકીનો મહાવતારનો લુક ગજબ છે.
ચાલો જાણીએ કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.
આ પણ વાંચો :બૉક્સઓફિસ અપડેટઃ કૉપ યુનિવર્સિટી અને રૂહ બાબા 200 કરોડ ક્લબની રેસમાં
વિકી કૌશલ સ્ટારર મહાઅવતાર ડિસેમ્બર 2026માં ક્રિસમસના સમયે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટ લગભગ 2 વર્ષ અગાઉથી નક્કી કરી નાખવામાં આવી છે. મેડૉક ફિલ્મ્સ સાથે વિકીનો ખાસ સંબંધ છે. ભૂતકાળમાં, તે નિર્માતા દિનેશ વિજનની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’માં કામ કરી ચૂક્યો છે. મહાવતાર પહેલા વિકી મેડૉક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘છાવા’માં પણ જોવા મળશે. મહાવતારના વિકીના ડેશિંગ લૂકના પોસ્ટર બાદ લોકોની આ ફિલ્મ માટેની ઉત્તેજના વધી ગઇ છે.



