વિકી કૌશલ અને કેટરિનાના દીકરાનું નામ જાહેર, ‘ઉરી’ ફિલ્મ સાથે ધરાવે છે કનેક્શન

મુંબઈ: બોલીવુડનું સૌથી લોકપ્રિય કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ હાલમાં પેરેન્ટહુડનો આનંદ માણી રહ્યા છે. આ દંપતીએ ગત વર્ષે નવેમ્બરમાં પુત્રને જન્મ આપ્યો હતો અને હવે સત્તાવાર નામનો ખુલાસો કર્યો છે.
વિકી અને કેટરિનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેમણે તેમના દીકરાનું નામ ‘વિહાન કૌશલ’ રાખ્યું છે. આ જાહેરાત બાદ આખું બોલીવુડ અને લાખો ચાહકોએ અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યા છે, ત્યારે દીકરાનું નામનું પણ ઉરી ફિલ્મ સાથે કનેક્શન ધરાવે છે.
જેવું વિકી કૌશલના દીકરાનું નામ જાહેર થયું કે તરત જ ચાહકોએ એક અદભૂત સંયોગ છે. વિકી કૌશલની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં તેના યાદગાર પાત્રનું નામ ‘મેજર વિહાન સિંહ શેરગિલ’ હતું. ચાહકોનું કહેવું છે કે જે ફિલ્મ અને પાત્રએ વિકીને નેશનલ એવોર્ડ અપાવ્યો અને તેની કારકિર્દીને નવી ઊંચાઈ આપી, તે જ નામ હવે તેના વાસ્તવિક જીવનના હીરો એટલે કે તેના પુત્રનું પણ છે. આ સંયોગ જોઈને નેટીઝન્સ પણ આશ્ચર્યચકિત થયા છે.
આ અદભૂત સંયોગ પર ‘ઉરી’ ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે વિકીની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે, “મારા વિક્કુ, સ્ક્રીન પર મેજર વિહાન શેરગિલને જીવંત કરવાથી લઈને હવે ખરા અર્થમાં નાના વિહાનને રમાડવા સુધી, જીવન ખરેખર એક રાઉન્ડ સર્કલ પૂરું કરી ચૂક્યું છે.” આદિત્યએ વિકી અને કેટરિનાને આ અદભૂત પ્રવાસ માટે શુભકામના આપી હતી અને તેમને શ્રેષ્ઠ માતા-પિતા ગણાવ્યા હતા.
ચાહકો સોશિયલ મીડિયા પર આ નામને લઈને અનેક પ્રકારના કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે “ઉરી ફિલ્મે વિકીને બધું જ આપ્યું છે,” તો કોઈ કહી રહ્યું છે કે “વિહાન નામ ખૂબ જ સાદું અને પવિત્ર છે.” ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બર 2025ના રોજ વિહાનનો જન્મ થયો હતો, જેને કપલે પોતાની ‘પ્રકાશનું કિરણ’ ગણાવ્યો છે. વિકી અને કેટરિનાના લગ્ન ડિસેમ્બર 2021માં રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ ખાતે રોયલ અંદાજમાં થયા હતા.



