હવે વિકી કૌશલ અને કેટરિનાના ઝઘડા બહાર આવ્યા, જાણો શું છે મામલો?

ફિલ્મી કલાકારોના ઘરોમાં વિખવાદ થતા હોય છે, પરંતુ એ બહુ ચર્ચામાં આવતા નથી. ગુજરાતીમાં કહેવાયું છે કે વાસણ હોય તો ખખડે ખરા, પણ એવું પણ બોલીવુડમાં બનતું હોય છે. તાજેતરમાં ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીના પાવર કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ ચર્ચામાં આવ્યા છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. આ બંને વચ્ચે ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન પણ ખૂબ જ સારી કેમેસ્ટ્રી છે. આ દિવસોમાં વિકી કૌશલ તેની આગામી ફિલ્મ ‘છાવા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આ સાથે તે તેના તાજેતરના ઈન્ટરવ્યૂ માટે પણ ચર્ચામાં છે. હાલમાં જ વિકીએ ખુલાસો કર્યો છે કે તે કેટરિના કૈફ સાથે કયા મુદ્દે લડતો રહે છે. આ ફની સ્ટોરી વિશે જાણીને તમે પણ હસવા લાગશો. અભિનેતા વિકી કૌશલે ૨૦૨૨માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહર સામે તેના સૌથી લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરણ’ દરમિયાન કેટરિના કૈફ સાથેની તેની લડાઈ વિશે એક રમુજી ટુચકો શેર કર્યો હતો.
આ પણ વાંચો : Katrina Kaif આપશે good news? શુ કહ્યું પતિ વિકી કૌશલે
રેપિડ-ફાયર રાઉન્ડ રમતી વખતે, જ્યારે વિકી કૌશલને પૂછવામાં આવ્યું કે તે અને તેની પત્ની કેટરિના કૈફ કઈ વાત પર લડે છે, ત્યારે વિકીએ હસીને કહ્યું, ‘વૉર્ડરોબમાં જગ્યા માટે.’ દરમિયાન, હોસ્ટ કરણે પણ હસીને કહ્યું હતું કે તે એક વખત વિકી કૌશલના ઘરે ગયો હતો અને તેણે જોયું હતું કે અભિનેતા પાસે કપડાં રાખવા માટે જગ્યા નથી. ફિલ્મ નિર્માતા વધુમાં કહે છે, ‘તે એક અભિનેત્રી છે અને તેના માટે બે કબાટ હોવા જરૂરી છે.’ આ સાંભળીને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હસી પડે છે.