રામસે બ્રધર્સના પીઢ ફિલ્મ નિર્માતા ગંગુ રામસેનું 83 વર્ષની વયે નિધન
પીઢ સિનેમેટોગ્રાફર-ફિલ્મ નિર્માતા ગંગુ રામસેનું 83 વર્ષની વયે રવિવારે અવસાન થયું છે. તેમના પિતાની જેમ, ગંગુ રામસે પણ એક ઉત્તમ સિનેમેટોગ્રાફર હતા. તેઓ FU રામસેના બીજા નંબરના સૌથી મોટા પુત્ર હતા. તેઓ છેલ્લા એક મહિનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝુમી રહ્યા હતા. તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે તેમના પરિવાર દ્વારા તેમના નિધનના સમાચારની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી.
તેમણે રામસે બ્રધર્સ બેનર હેઠળ 50 થી વધુ આઇકોનિક ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં વીરાના, પુરાના મંદિર, બંધ દરવાજા, દો ગઝ જમીન કે નીચે, સામરી, તહખાના, પુરાની હવેલી અને ખોજ જેવી ક્લાસિક ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે રામસે બ્રધર્સના બેનર હેઠળ 50 થી વધુ ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી કરી હતી.
આપણ વાંચો: Ramayana Film: રામાયણ ફિલ્મ માટે એ આર રહેમાન સાથે હોલીવૂડના આ દિગ્ગજ કમ્પોઝર સંગીત આપશે
તેમણે હોરર શો, નાગિન અને ઝિમ્બો સાથે ટેલિવિઝનના માધ્યમમાં પણ કામ કર્યું હતું. તેમણે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં વિષ્ણુ વર્ધન જેવા જાણીતા અભિનેતાઓ સાથે પણ કામ કરીને તેમની કાર્યકુશળતાનો પરિચય આપ્યો હતો.
થોડાં વર્ષ પહેલાં, રામસે બ્રધર્સના કુમાર રામસેનું 85 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. તેમણે પુરાના મંદિર, સાયા અને ખોજ સહિત ઘણી ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી હતી.