હમ અંગ્રેજ કે જમાને કે…, કોનાથી પ્રેરાઈને અભિનય કર્યો, જાણો અસરાનીના જીવનની અજાણી વાતો?
મનોરંજન

હમ અંગ્રેજ કે જમાને કે…, કોનાથી પ્રેરાઈને અભિનય કર્યો, જાણો અસરાનીના જીવનની અજાણી વાતો?

બોલીવુડના જાણીતા કોમેડિયન એક્ટર ગોવર્ધન અસરાણીનું 20 ઓક્ટોબરના રોજ મુંબઈમાં 84 વર્ષે અવસાન થયું. તેઓ કોમેડીના અનોખા અંદાજ અને હાસ્ય માટે જાણીતા હતા. અસરાણીનો સૌથી પ્રખ્યાત રોલ 1975ની સુપરહિટ ફિલ્મ ‘શોલે’માં જેલરનો હતો, જેમાં તેમનો ડાયલોગ ‘હું અંગ્રેજોના જમાનાના જેલર છું’ આજે પણ લોકપ્રિય છે. તેમણે આ રોલ ચાર્લી ચેપ્લિન અને હિટલરના અંદાજને મિક્સ કરીને શૂટિંગ દરમિયાન તૈયાર કર્યો હતો, જે સ્ક્રિપ્ટમાં નહોતો. તેમના જીવનના ઘણા એવા કિસ્સા છે જે ચાહકોના દિલમાં અમર થઈ ચૂક્યા છે.

ગોવર્ધન અસરાણીએ દિવાળીના દિવસે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકોને શુભેચ્છા પણ પાઠવી હતી. પરંતુ ત્રણ વાગ્યે તેમનું અવસાન થયું. જે બાદ પરિવારે તેમની ઇચ્છા મુજબ શાંતિથી અંતિમ સંસ્કાર કર્યા, જેમાં માત્ર પરિવાર અને નજીકીઓ લોકોની જ હાજરી હતા. જોકે તેમના જેલરના સીને ફિલ્મના સૌથી યાદગાર ભાગોમાંથી એક બની ગયો હતો. તેમણે 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને કોમેડીથી દર્શકોને હંમેશા મનોરંજન આપ્યું.

અસરાણીએ સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે 25થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાજેશ તેમને ‘લકી માસ્કોટ’ કહેતા હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘કાકા (રાજેશ) સાથેની ફિલ્મો હંમેશા હિટ થતી’ હતી. આ જોડી તેમના કરિયરને નવી ઊંચાઈ આપી અને બંને વચ્ચે ગાઢ મિત્રતા પણ બની.

1967માં ‘હરે કાંચની ચૂડિયાં’થી તેમને પહેલી મોટી પિક્ટરમાં તક મળી હતી. ત્યારબાદ 1971ની ‘ગુડ્ડી’ અને 1972ની ‘પરિચય’માં તેમની કોમેડીએ તેમને નવી ઓળખ અપાવી હતી. 1972થી 1985 સુધી તેમનો કરિયર એક હાઈક પર પહોંચી ગયું હતુ. જેમાં ‘છોટી સી બાત’, ‘આજ કી તાજા ખબર’, ‘અભિમાન’, ‘બાવર્ચી’, ‘ચૂપકે ચૂપકે’ અને ‘રોટી’ જેવી હિટ ફિલ્મોમાં તેમણે પોતાનું હાસ્ય ઉમેર્યું. તેમણે રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન અને જયા બાદુરી જેવા સ્ટાર્સ સાથે લાંબા સમય સુધી કામ કર્યું.

‘છોટી સી બાત’ (1975)માં અસરાણીએ અશોક કુમાર અને અમોલ પાલેકર વચ્ચે કોમિક સપોર્ટ આપ્યો, જેમાં તેમની ટાઇમિંગ અને એક્સપ્રેશન્સ અદ્ભુત હતા. ‘અભિમાન’ (1973) જેવી ગંભીર ફિલ્મમાં તેમણે હળવું હાસ્ય ઉમેર્યું, જે દર્શકો માટે રાહત આપનારું હતું. ‘રોટી’ (1974)માં તેમના એક્સપ્રેશન્સ અને ટોનએ દરેક સીનને મજેદાર બનાવ્યા. આ રોલ્સે તેમને કોમેડીના કિંગ તરીકે અમર કર્યા.

નિધનના સમાચાર કોઈને જણાવવા નહીં
મળતી માહિતી પ્રમાણે અસરાની ઈચ્છતા નહોતા કે તેમના નિધન પછી કોઈ મોટી હિલચાલ થાય કે પછી શોરબકોર. તેમણે તેમના પત્ની મંજૂ અસરાનીને પહેલા કહ્યું હતું કે તેમના નિધનના સમાચાર કોઈને જણાવવા નહીં. આ જ કારણથી પરિવારે કોઈ જાહેરાત ચૂપચાપ અંતિમસંસ્કાર કરી દીધા હતા. અસરાનીના અંતિમસંસ્કાર આજે સાંજના સાંતાક્રુઝ સ્થિત શાસ્ત્રીનગર સ્મશાનભૂમિમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં શાંતિપૂર્વક કરવામાં આવ્યા હતા. જેની જાણકારી સોશિલય મીડિયા પોસ્ટ દ્વારા આપવામાં આવી હતી.

આ પણ વાંચો…બોલીવુડના હાસ્ય કલાકાર અસરાનીનું નિધન, ગુજરાતી ફિલ્મો પણ કર્યો હતો અભિનય…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button