દિગ્ગજ અને વયોવૃદ્ધ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન, ધર્મેન્દ્ર સાથે છે ખાસ કનેક્શન…

બોલીવૂડના દિગ્ગજ અને વયોવૃદ્ધ અદાકારા કામિની કૌશલનું નિધન થયું છે. 98 વર્ષની ઉંમરે કામિની કૌશલે અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ્સમાં આપવામાં આવેલી માહિતી અનુસાર એક્ટ્રેસનું નિધન ઉંમર સંબંધિત બીમારીને કારણે થયું છે. એકટ્રેસના પરિવારના નજીકના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એક્ટ્રેસનો પરિવાર ખૂબ જ લો પ્રોફાઈલ છે અને તેમને પ્રાઈવસી જોઈએ છે.
મળતી માહિતી અનુસાર એક્ટ્રેસ કામિની કૌશલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વયોવૃદ્ધિ અભિનેત્રી છે અને 98 વર્ષની વયે તેમણે છેલ્લાં શ્વાસ લીધા હતા. 1946માં તેમણે બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને તેમણે બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોથી કરી હતી. કામિની કૌશલના પરિવારમાં દીકરા શ્રવણ, વિદૂર અને રાહુલ સૂદનો સમાવેશ થાય છે. જોકે, હજી સુધી તેમના પરિવાર દ્વારા કોઈ પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી.

24મી ફેબ્રુઆરી, 1927માં જન્મેલાં કામિલી કૌશલે પોતાના ફિલ્મી કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોતાના કરિયર દરમિયાન દિલીપ કુમાર, રાજ કપૂર સહિત અનેક મોટા મોટા સ્ટાર્સ સાથે તેમણે કામ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે દિગ્ગજ અભિનેતા અને હી-મેન ધર્મેન્દ્રનાં પહેલાં કો-સ્ટાર હતા આ કામિની કૌશલ ધર્નેમ્દ્રએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે મારા જીવનની પહેલી ફિલ્મ શહીદની હિરોઈન કામિલી કૌશલ સાથે પહેલી મુલાકાતની પહેલી તસવીર. બંનેના ચહેરાં પર સ્માઈલ અને એક પ્રેમાળ ઈન્ટ્રોડક્શન…
વાત કરીએ કામિની કૌશલના ફિલ્મી કરિયર વિશે તો તેમણે શહીદ, નદિયા કે પાર, શબનમ, આરઝૂ ઔર બિરાજ બહુ, દો ભાઈ, જિદ્દી, શબનમ, પારસ, નમૂના, ઝંઝર, આબરુ, બડે સરકાર, જેલર, નાઈટ ક્લપ જેવી ફિલ્મોનો સમાવેલ થાય છે. કામિનીની ફિલ્મ નીચા નગર સૌથી સુપરહિટ રહી હતી અને આ ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મો સિવાય કામિનીએ ટીવી સિરીયલમાં પણ કરામ કર્યું હતું જેમાં ચાંદ સિતારેનો સમાવેશ થાય છે, જે દૂર દર્શન પર આવતી હતી.



