મનોરંજન

ધર્મેન્દ્ર બાદ હવે ‘મોસ્ટ પોપ્યુલર વિલન’ પ્રેમ ચોપ્રા હોસ્પિટલમાં દાખલ, પરિવારે આપ્યું હેલ્થ અપડેટ

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર બાદ હવે બીજા દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપ્રા પણ હોસ્પિટલમાં દાખલ હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રેમ ચોપ્રા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 90 વર્ષીય અભિનેતાની હેલ્થને લઈને પરિવાર દ્વારા અપડેટ આપવામાં આવ્યું છે. પહેલાં ધર્મેન્દ્ર અને હવે પ્રેમ ચોપ્રાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારે ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા છે. આવો જોઈએ શું કહ્યું છે પ્રેમ ચોપ્રાના પરિવારે…

વીતેલા જમાનાના મોસ્ટ પોપ્યુલર વિલન પ્રેમ ચોપ્રા લાંબા સમયથી ફિલ્મોથી દૂર હતા, પરંતુ તેઓ વિલનની ભૂમિકા નિભાવીને ઘર-ઘરમાં લોકપ્રિય થયા હતા. તેમના દમદાર અવાજથી લઈને પ્રેમ… પ્રેમ ચોપ્રા નામ હૈ મેરા સહિતના અનેક આઈકોનિક ડાયલોગ આજે પણ દર્શકોના હોઠે રમી રહ્યા છે. દરમિયાન પ્રેમ ચોપ્રાના હોસ્પિટલાઈઝેશન અને તેમના હેલ્થ અપડેટને લઈને ફેમિલી દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે તેઓ હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત સ્થિર છે.

આ પણ વાંચો: 89 વર્ષીય ધર્મેન્દ્ર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, પરિવારના સભ્યોએ કારણ જણાવતાં કહ્યું કે…

પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં અભિનેતાને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હેલ્થ એકદમ ઠીક છે. તેમના હેલ્થને લઈને વધુ માહિતી ટૂંક સમયમાં જ શેર કરવામા આવશે.

વાત કરીએ પ્રેમ ચોપ્રાના ફિલ્મી કરિયરની તો તેમણે મોટા પડદા પરા 1960થી લઈને 70,80 અને 90ના દાયકામાં ખૂંખાર ખલનાયકના રોલ નિભાવ્યા છે. તેમણે પોતાના કરિયર દરમિયાન 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, રિષી કપૂર સહિતના બોલીવૂડના ટોચના કલાકારો સાથે તેમણે કામ કર્યું છે.

પ્રેમ ચોપ્રા છેલ્લે ફિલ્મ એનિમલમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં તેમનો રોલ નાનકડો જ હતો. પ્રેમ ચોપ્રાએ રાજેશ ખન્ના સાથે ફિલ્મ દો રાસ્તેમાં એક્ટિંગ કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. મજાની વાત તો એ છે રાજેશ ખન્ના અને પ્રેમ ચોપ્રાએ 1960થી લઈને 1991 સુધી 19 ફિલ્મોમાં એક સાથે કામ કર્યું હતું.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button