89 વર્ષીય ધર્મેન્દ્ર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, પરિવારના સભ્યોએ કારણ જણાવતાં કહ્યું કે…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હી-મેન તરીકે ઓળખાતા બોલીવૂડના દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્ર ટૂંક સમયમાં જ 90 વર્ષના થઈ જશે, પરંતુ આ બધા વચ્ચે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ તો એક્ટરની ટીમ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવ્યા છે, પરંતુ ફેન્સને તેમની ચિંતા સચાવી રહી છે.
બોલીવૂડ એક્ટર ધર્મેન્દ્રને હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવ્યા છે એવા સમાચાર ઈન્ડસ્ટ્રીમાં આગની જેમ વાઈરલ થઈ ગયા છે. એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે તેમની તબિયત થોડી વધારે નાજુક છે.
આપણ વાચો: 88 વર્ષે પોતાનું નામ બદલ્યું બોલીવૂડના આ દિગ્ગજ કલાકારે, હવેથી આ હશે નવું નામ…
પરંતુ હકીકતમાં એવું કંઈ નથી. જોકે, પરિવારના નજીકના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે કંઈ પણ સિરીયસ નથી. ધર્મેન્દ્રને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ધર્મેન્દ્રની ટીમ દ્વારા આપેલાં સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે તેમને રેગ્યુલર ચેકઅપ માટે એડમિટ કરવામાં આવ્યા છે. ઉંમરને કારણે તેમને દર થોડાક સમયે રૂટિન ચેકઅપ કરાવવા પડે છે અને એટલે જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગભરાવવાની કોઈ જ વાત નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં પણ ધર્મેન્દ્રને હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવ્યા હતા અને એ સમયે પણ તેમને રૂટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી. સની દેઓલ અને બોબી દેઓલ બંને હાલમાં શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ તેમ છતાં બંને જણ પિતાનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છે.
આપણ વાચો: દુરિયાં દિલોં મેં બઢતી જા રહીં… 89 વર્ષના એક્ટરની પોસ્ટે ફેન્સની ચિંતા વધારી…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વર્ષો બાદ ધર્મેન્દ્રએ જાણીતા ડિરેક્ટર કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીથી કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે શબાના આઝમી સાથે કિસિંગ સીન પણ આપ્યો હતો. હવે તેઓ ટૂંક સમયમાં જ ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે. આ ફિલ્મથી જ અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્સ્ય નંદા ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.
ફિલ્મો સિવાય ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર એક્ટિલ રહે છે અને તેઓ પોતાની ફિટનેસને લઈને ખૂબ જ એક્ટિવ છે. ધર્મેન્દ્ર પોતાના મોટાભાગનો સમય ફાર્મહાઉસમાં પસાર કરે છે અને ત્યાં તેઓ શાકભાજી અને ફળ ઉગાવે છે. આ એક્ટિવિટીના વીડિયો પણ તેઓ શેર કરતાં રહે છે.
 
 
 
 


