આ છે Mukesh Ambaniના Richie Rich વેવાઈ, નેટવર્થ સાંભળીને ચોંકી ઉઠશો…

એશિયાના સૌથી અમીર વ્યક્તિમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી (Buisnessman Mukesh Ambani) તેમ જ નીતા અંબાણી (Nita Ambani)ના લાડકવાયા નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્ન થવા જઈ રહ્યા છે. મામેરુ, સંગીત બાદ હવે મહેંદી અને હલદી રસ્મ પણ શરૂ થઈ ગઈ છે. આ બધા વચ્ચે હવે સવાલ થાય એ સ્વાભાવિક છે મુકેશ અને નીતા અંબાણીના ત્રણેય વેવાઈ-વેવાણમાંથી કોઈ વધુ માલદાર પાર્ટી છે? ચાલો આજે તમને એના વિશે જણાવીએ…
આ પણ વાંચો: હલ્દી સેરેમનીમાં અનંત અંબાણીની સાળીને જોઇ કે!, ખુબસુરતીમાં તો હિરોઇનોને પણ આપે છે માત
સૌથી પહેલાં વાત કરીએ મુકેશ અંબાણીના થનારા વેવાઈ વિરેન મર્ચન્ટ (Viren Merchant)ની. વીરેન મર્ચન્ટ એક હેલ્થકેયર કંપની ચલાવે છે. રિપોર્ટ્સની વાત કરીએ તો 2000 કરોડ રૂપિયાની કંપની ચલાવનારા રાધિકાના પિતાની કુલ નેટવર્થ આશરે 755 કરોડ રૂપિયા જેટલી છે. અંબાણી પરિવારની થનારી નાની વહુ રાધિકા મર્ચન્ટ પણ પિતા વિરેન મર્ચન્ટને બિઝનેસમાં મદદ કરે છે.
આ પણ વાંચો: સંગીત સેરેમનીમાં વિન્ટેજ કારમાં ઝૂમતો જોવા મળ્યો અંબાણી પરિવાર, જુઓ વીડિયો
આગળ વધીએ વાત કરીએ તો મુકેશ અંબાણીના વેવાઈ અને દીકરી ઈશા અંબાણી (Isha Ambani)ના સસરા અજય પિરામલ (Ajay Piramal)ની. પિરામલ ગ્રુપ દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રુપમાંથી એક છે. ફાર્મા, હેલ્થકેયર અને ફાઈનાન્શિયલ સર્વિસમાં કારોબાર કરનારા આ ગ્રુપની દુનિયાના 30 દેશમાં બ્રાન્ચ આવેલી છે.

પિરામલ બોર્ડમાં અજય પિરામલ સિવાય તેમની પત્ની સ્વાતિ પિરામલ વાઈસ ચેરપર્સન છે. દીકરી નંદિની અને દીકરો આનંદ પિરામલ પણ બોર્ડમાં સામેલ છે. ફોર્બ્સ દ્વારા આપવામાં આવેલા આંકડા પર વિશ્વાસ કરીએ તો અજય પિરામલની નેટવર્થ આશરે 3 અબજ ડોલર એટલે કે (25,051 કરોડ રૂપિયા) જેટલી છે.
આ પણ વાંચો: સંગીત સેરેમનીમાં ઝળકી અંબાણી પરિવારની લેડિઝ, આકાશ-અનંતે પણ કર્યો જોરદાર ડાન્સ,
અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા અંબાણીના પિતા અને મુકેશ અંબાણીના વેવાઈ અરુણ રસેલ મહેતા (Arun Rasel Maheta)ની તો તેમની ગણતકીના હીરામા મોટા વેપારીઓમાં કરવામાં આવે છે.

ભારતના 26 શહેરોમાં જ અજય મહેતાના 36થી વધુ સ્ટોર્સ આવેલા છે. રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ નેટવર્થ આશરે 1800 કરોડ રૂપિયાથી વધુ છે. આ પહેલાં 2018-19માં તેમની કુલ નેટવર્થ આશરે 3000 રૂપિયા કરોડ હતી.
આ તો થઈ વાત મુકેશ અંબાણીના વેવાઈઓની વાત. ખુદ મુકેશ અંબાણી (Mukesh Ambani) પાસે પણ બેશુમાર ધનદૌલત છે. તેમની કુલ નેટવર્થ 120 અબજ ડોલર છે અને આ તેઓ દુનિયાના 11મા ક્રમે આવતા ધનવાન વ્યક્તિ છે, જ્યારે એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે.