વૉર-2 કરતા વશ-2 બોક્સ ઓફિસ પર વધારે કમાઈ, પરમસુંદરી પણ ઠીકઠાક રહી…

જ્હાનવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ક્રોસ કલ્ચર રોમકોમને પહેલા દિવસે ઠીકઠાક પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મને મિક્સ રિવ્યુ મળ્યો છે. દિશેશ વિજનની આ રોમકોમે તેમની જ બીજી ફિલ્મ ભૂલ ચૂક માફ કરતા બોક્સ ઓફિસ પર વધારે સારું પર્ફોમ કર્યું છે.
પરમસુંદરી શુક્રવારે થિયેટરોમાં રિલિઝ થઈ અને પહેલા દિવસે તેણે રૂ. 7.25 કરોડ આસપાસ કલેક્શન કર્યું હતું. ફિલ્મમાં પરમ નામના દિલ્હીના છોકરાની સુંદર નામની કેરળની છોકરી સાથેની લવસ્ટોરી છે. અગાઉ ભૂલ ચૂક માફ ફિલ્મનું ઓપનિંગ કલેક્શન રૂ. 7 કરોડ થયું હતું.

પરમસુંદરીના લોકેશન્સ અને મ્યુઝિકે પણ દર્શકોને થિયેટરો તરફ ખેંચ્યા છે. આજે શનિ અને રવિ દરમિયાન ફિલ્મ કેટલું કલેક્શન કરે છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો…Param Sundari movie review: ફીલ ગૂડ રોમકોમ, પણ ક્લાસિક બનતા બનતા રહી ગઈ

તો બીજી બાજુ 2023ની ગુજરાતી ફિલ્મ વશની સિક્વલ વશ લેવલ-2 ગુજરાતી અને હિન્દીમાં રિલિઝ થઈ છે. આ ફિલ્મને પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. સાઈકો-હોરર થ્રિલર વશ લેવલ-2 રીતિક રોશન અને જૂનિયર એનટીઆરની વૉર-2 કરતા સારી કમાણી કરી શકી છે.

વશ બુધવારે રિલિઝ કરવામાં આવી હતી, ગુજરાતીમાં પણ ફિલ્મ સારો દેખાવ કરી રહી છે. શુક્રવારે ફિલ્મે વૉર-2 અને કુલી કરતા વધારે કલેક્શન કર્યું હતું. શુક્રવારે વશનું કલેક્શન રૂ. 80 લાખ રહ્યું જ્યારે વૉર-નું કલેક્શન રૂ. 65 લાખ રહ્યું હતું.
જોકે હજુ સુધી ઈન્ડિયન બોક્સ ઓફિસ પર ફિલ્મ 2.5 કરોડ કલેક્ટ કરી શકી છે. ક્રિષ્ણદેવ યાજ્ઞિકની આ ફિલ્મે નેશનલ એવોર્ડ મેળવ્યો છે ને ફિલ્મની અભિનેત્રી જાનકી બોડીવાલાએ પણ સર્પોટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ મેળવ્યો છે.