વરુણ ધવન સહીત ‘Baby John’ની ટીમે મહાકાલ દરબારમાં હાજરી આપી; ભસ્મ આરતીમાં ભાગ લીધો
ઉજ્જૈન: મહાકાલ મંદિરમાં હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે, દેશ વિદેશથી લોકો અહીં શીશ ઝૂકાવવા આવતા હોય છે. આજે બોલિવૂડ ફિલ્મ અભિનેતા વરુણ ધવન, સાઉથની અભિનેત્રીઓ કીર્તિ સુરેશ અને વામિકા અને દિગ્દર્શક એટલીએ મહાકાલના દરબારમાં હાજરી (Varun Dhavan at Mahakal Temple) આપી હતી. તેમણે ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. તેમણે ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા અને તેમની આગામી ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી.
વરુણ ધવન સહિત તમામ સ્ટાર્સે મંદિરના નંદી હોલમાં લગભગ 2 કલાક સુધી બાબા મહાકાલનું ધ્યાન કર્યું હતું. વરુણ ધવન જય શ્રી મહાકાલનો નારા લગાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તમામ ટ્રેડિશનલ કપડામાં જોવા મળ્યા હતા.
Also read: આ ઘટનાએ વરૂણ ધવનને બદલી નાખ્યો, રામાયણ, મહાભારત વાંચવા માંડ્યો
વરુણે મહાકાલ પાસે શું માંગ્યું?
આરતી બાદ સૌએ જળ અર્પણ કર્યું અને મહાકાલની વિધિપૂર્વક પૂજા કરી. મીડિયા સાથે વાત કરતા વરુણે કહ્યું કે અહીં આવીને ભસ્મ આરતીમાં ભાગ લેવો અને પૂજા કરવી ખૂબ જ આનંદની વાત છે. વરુણ ધવને કહ્યું કે ભગવાન ફિલ્મ કરતા મોટા છે. હું તેની પાસે કંઈ માંગવા આવ્યો નથી. અમે ભગવાનને ફક્ત એટલી જ પ્રાર્થના કરી છે કે દર્શકોને અમારી ફિલ્મ પસંદ આવે.
ચાહકો ઉમટ્યા:
ફિલ્મની ટીમ પ્રમોશન માટે સોમવારે મોડી સાંજે ઈન્દોર પહોંચી હતી, આ દરમિયાન શહેરના સિનેમા હોલમાં સમગ્ર ટીમેં હાજર રહી હતી. કલાકારો ચાહકોને મળ્યા અને ફિલ્મ જોવાની અપીલ કરી. મંદિર પરિસરમાં કલાકરોને મળવા ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. મહાકાલના દર્શન કરવા મંદિરમાં ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટર્સ, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ આવતા રહેતા હોય છે.