વરુણ ધવન અને અહાન શેટ્ટીએ પુણે મેટ્રોમાં કરી મુસાફરી, વીડિયો વાયરલ

પુણે: બોર્ડર-2 ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ત્રીજા શેડ્યૂલનું શૂટિંગ પુણેની રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (NDA)માં ચાલી રહ્યું છે. સામાન્ય રીતે સેલિબ્રિટી જ્યારે પર શૂટિંગ માટે નવી જગ્યા પર જાય છે, ત્યારે તે સીટી કે જગ્યાને એક્સપ્લોર કરવાનું ભૂલતા નથી. હાલ બોર્ડર-2ના શૂટિંગ પર ગયેલા વરુણ ધવન અને અહાન શેટ્ટી પણ પુર્ણેની મેટ્રોની મજા માણતા જોવા મળ્યા હતા. આ બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તેઓ માસ્ક પહેરીને મેટ્રોમાં મુસાફરી કરતા નજરે પડ્યા.
મેટ્રોમાં વરુણ-અહાનનો વાયરલ વીડિયો
વાયરલ વીડિયોમાં વરુણ ધવન અને અહાન શેટ્ટી મેટ્રોમાં સામાન્ય લોકો વચ્ચે ઊભેલા જોવા મળે છે. બંનેએ માસ્ક પહેર્યા હોવા છતાં તેમની હાજરીએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું. વીડિયોમાં તેઓ ક્રૂ મેમ્બર્સ સાથે મેટ્રો મુસાફરી બાદ હોટલ પરત ફરતા જોવા મળે છે. આ સરળ અને મનોરંજક ક્ષણે ફિલ્મની ચર્ચાને વધુ રોમાંચક બનાવી દીધી છે.
બોર્ડર-2નું શૂટિંગ અને સ્ટાર કાસ્ટ
અનુરાગ સિંહ દ્વારા નિર્દેશિત બોર્ડર-2માં સની દેઓલ પોતાની આઇકોનિક ભૂમિકામાં પરત ફરી રહ્યા છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. ડિસેમ્બર 2024માં શરૂ થયેલું આ શૂટિંગ હવે NDAમાં ત્રીજા તબક્કામાં છે, જ્યાં સૈન્યના મહત્વના દૃશ્યો ફિલ્માવવામાં આવી રહ્યા છે. સની દેઓલે સોશિયલ મીડિયા પર ટીમની તસવીર શેર કરી, જેમાં તેણે કેપ્શન લખ્યું હતું કે “When all ‘Forces’ Come together! #BORDER2”
રિલીઝ અને પહેલા ભાગની સફળતા
ઉલ્લેખનીય છે કે, બોર્ડર 2 આગામી 23 જાન્યુઆરી 2026 લોન્ચ થવાની છે. ગણતંત્ર દિવસના સપ્તાહમાં રિલીઝ થનારી આ ફિલ્મ લઈ લોકોમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અગાઉ લગભગ બે દાયકા પહેલાં રિલીઝ થયેલી બોર્ડર ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ સિક્વલ દેશભક્તિ અને ભાઈચારાની ભાવનાને ઉજાગર કરશે. ચાહકોમાં આ ફિલ્મની આતુરતા વધી રહી છે.
આ પણ વાંચો…34 વર્ષની આ એક્ટ્રેસને ઈન્ડસ્ટ્રીમાં પૂરા થયા 11 વર્ષ, ખાસ અંદાજમાં ફેન્સને કહ્યું Thank You…