પહલગામ હુમલા બાદ લોકોએ ખાસ પ્રકારના ટેટુ કરાવીને આપ્યો આંતકવાદને તગડો જવાબ…

ફેશન અને કોસ્મેટિક ઈન્ડસ્ટ્રી દિવસે નહીં એટલી રાતે બદલાતી હોય છે અને છેલ્લાં કેટલાક સમયથી તો યંગ જનરેશનમાં ટેટુ કરાવવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. પરંતુ જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલાં હુમલા બાદ તો લોકોમાં એક અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. લોકોમાં હિંદુ લખેલા ટેટુ ત્રોફાવવાનું પ્રમાણ વધી ગયું છે. ભારતના વારાણસી જિલ્લામાં દર બીજી ત્રીજી દુકાનમાં ટેટુ બનાવવામાં આવે છે અને આ આંતકવાદી હુમલા બાદથી તો લોકો હિંદુ લખેલા ટેટુ ત્રોફાવવા માટે ભીડ લગાવી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી-
વારાણસીના પાંડેય ઘાટ પર ટેટુ બનાવી રહેલાં એક દુકાનદારે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે હુમલા બાદથી તો રોજના 25થી 30 લોકો અમારી સ્પેશિયલી હિંદુ લખેલા ટેટુ બનાવવામાં આવી રહ્યા છે. અમે પણ ટેટુ બનાવવા આવનારાઓને 50 ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરીએ છીએ, જેથી વધુમાં વધુ લોકો આ પ્રકારનો ટેટુ બનાવડાવે. અમે લોકો પહેલાં ટેટુ બનાવવા માટે 1500 રૂપિયા ચાર્જ કરતાં હતા અને હવે 50 ટકાના ડિસ્કાઉન્ટ બાદ 750 રૂપિયા ચાર્જ કરીએ છીએ.
જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલા દરમિયાન આંતકવાદીઓએ પર્યટકોને તેમનો ધર્મ પૂછીને મોતને ઘાટ ઉતાર્યા હતા. પરંતુ વારાણસીના રહેવાસીએ જણાવ્યું હતું કે પહલગામમાં આંતકવાદીઓએ નિર્દોષ લોકોને ધર્મ પૂછી પૂછીને માર્યા હતા, પરંતુ હવે હાથ પર લખાવી લઈશું કે હું હિંદુ છું, જેથી એમને ખ્યાલ આવે કે અમારી ઓળખ શું છે. આ આપણી જવાબદારી છે કે આંતકવાદીને આપણે જવાબ આપીએ.
વારાણસીના લોકો હવે પૂછી રહ્યા છીએ કે અમે લોકોએ ટેટુ બનાવીને અમારી ભાવનાઓ સ્પષ્ટ કરી દીધી છે. હવે સરકાર જણાવે કે પાક અધિકૃત કાશ્મીર પર ક્યારેય કાર્યવાહી થશે? અત્રે ઉલ્લેખનીય છે કે પહલગામમાં થયેલાં આંતકવાદી હુમલામાં 26 પર્યટકોએ જીવ ગુમાવ્યો હતો. એકે-47 રાઈફલથી સજ્જ આંતકવાદીઓએ પર્યટકોને તેમનો ધર્મ પૂછીને તેમની હત્યા કરી હતી.
આપણ વાંચો : પહેલગામ હુમલા બાદ બોલિવુડ સંગીતકારોએ પોતાના કોન્સર્ટ રદ કર્યા, પોતપોતાના અંદાજમાં વિરોધ નોંધાવ્યો