હોટેલમાં કામ કર્યું, ભીડની સામે ઑડિશન આપ્યું, હવે સમૃદ્ધિમાં રાચે છે આજની બર્થ ડે મલ્લિકા

બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે દરેક વ્યક્તિને સખત મહેનત કરવી પડે છે. આપણી આજની બર્થ ડે મલ્લિકાએ પણ ઓળખ બનાવવા ઘણો સંઘર્ષ કર્યો છે. હોટેલમાં પણ કામ કર્યું છે. નોન ફિલ્મી બેક ગ્રાઉન્ડમાંથી આવતી હોવાથી તેણે બધુ જાતે જ મેનેજ કર્યું છે. એ તો ઠીક પણ તેનું પ્રથમ ઓડિશન પણ એકદમ વિચિત્ર હતું. તેણે બંધ રૂમમાં નિર્માતાઓ સામે નહીં, પણ ભીડની સામે લાઇવ લોકેશન પર પરફોર્મ કર્યું હતું અને ઑડિશન ટેસ્ટ પાસ કરી હતી.
તો શું તમે ઓળખ્યા આજની બર્થ-ડે મલ્લિકાને? કદાચ નહીં તો તમને એક ક્લુ આપીએ. આ અભિનેત્રીએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને પરિણીતી ચોપરા સાથે ‘શુદ્ધ દેશી રોમાન્સ’ નામની ફિલ્મથી ડેબ્યું કર્યું હતું. યસ, રાઇટ હવે તમે બરાબર ઓળખ્યા. આ અભિનેત્રી છે વાણી કપૂર. આજની બર્થ ડે સ્ટાર. વાણી હવે તો મોટા સ્ટાર્સ સાથે કામ કરી રહી છે.

વાણીના પિતા ફર્નિચર એક્સપોર્ટમો બિઝનેસ કરે છે અને માતા માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે. વાણીએ ટૂરિઝમમાં ગ્રેજ્યુએશન કરીને હોટેલમાં કામ પણ કર્યું છે. ત્યાર બાદ માતાપિતાની મરજી વિરુદ્ધ તેણે મોડેલિંગમાં કામ કર્યું. મોડેલિંગમાં કામ કરતા જ તેને, ‘શુદ્ધ દેશી રોમાન્સ’ ઓફર થઇ અને આમ તેની એક્ટિંગ કારકિર્દી શરૂ થઇ. ત્યાર બાદ તેણે રણવીર સિંહ સાથે ‘બેફિકરે’ કરી, જેમાં અભિનેતા સાથે 23 વાર લિપ લૉકને કારણે વાણીને ઘણી પ્રસિદ્ધિ મળી હતી.
આ પણ વાંચો : Ranveer Singh નહીં આ કોની સાથે ડિનર ડેટ પર ગઈ મોમ ટુ બી દીપિકા પદુકોણ?
હાલમાં અભિનેત્રી તેની ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ માટે ચર્ચામાં છે. આમાં તેની સાથે અક્ષયકુમારની જોડી બનાવવામાં આવી છે.
વાણી ફિલ્મો ઉપરાંત મોડેલિંગ અને જાહેરાતોમાંથી કમાણી કરે છે. તેની નેટવર્થ 18થી 20 કરોડ રૂપિયા છે.
આપણે વાણી કપૂરને જન્મ દિવસની શુભેચ્છા આપી દઇએ