બોલીવૂડનો આ એક્ટર બનાવશે સિલક્યારા ટનલ પર ફિલ્મ, નિભવાશે મહત્ત્વની ભૂમિકા?
મુંબઈ : ઉત્તરાખંડની સિલક્યારા ટનલમાં બે અઠવાડિયાથી વધુ સમય સુધી અટકી પડેલાં મજૂરો આખરે મંગળવારે બહાર આવ્યા હતા અને એની સાથે જ દેશભરમાં જશ્નનો માહોલ છવાઈ ગયો હતો.
આ સાથે જ કેટલાક ફિલ્મ નિર્માતાઓએ આ ઘટના પર ફિલ્મ બનાવવા માટે ટાઈટલ રજિસ્ટર કરાવવા માટે રીતસરની દોટ મૂકી હતી. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એવી વાતો પણ વહેતી થઈ છે કે બોલીવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર આ વિષય પર ફિલ્મ બનાવી રહ્યો છે, એટલું જ નહીં ફિલ્મમાં તે કઈ ભૂમિકામાં જોવા મળશે, એ વિશે પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. આવો જોઈએ શું છે આખી ઘટના.
સોશિયલ મીડિયા અક્ષય કુમાર તેના દ્વારા જાહેર કરવામાં આવેલી ફિલ્મ અંગે અક્ષય કુમારે સત્તાવાર કોઈ એનાઉન્સમેન્ટ નથી કરી. પરંતુ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે અક્કી આ ઘટના પર ફિલ્મ બનાવી રહ્યો છે અને તેમાં તે ઓસ્ટ્રેલિયાના ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સની ભૂમિકામાં જોવા મળશે.
આ વાતની સત્તાવાર જાહેરાત ન તો અક્ષય દ્વારા કરવામાં આવી છે કે ન તો કોઈ ચેનલ કે વેબસાઈટ દ્વારા આવા સમાચાર આપવામાં આવ્યા છે. ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર વહેતા મૂકવામાં આવેલા આ સમાચાર હળવા અંદાજમાં કરવામાં આવેલું એક સેલિબ્રેશન છે એવું જોવા મળી રહ્યું છે.
યોગેશ સાંડગે નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ અનુસારપ અક્ષય કુમાર આર્નોલ્ડ ડિક્સની ભૂમિકા આગામી ફિલ્મ મિશ સુરંગમાં નિભાવતો જોવા મળી શકે છે. ફિલ્મનું શૂટિંગનું લોકેશન પણ ફિક્સ થઈ ગયું છે, એવી પોસ્ટ કરવામાં આવી છે.
કાકા રામદેવ પેરડી એકાઉન્ટ પરથી અક્ષય કુમાર આર્નોલ્ડ ડિક્સની ભૂમિકા નિભાવશે. અક્કી માત્ર યોગ્ય રીતે દાઢી વધે એની રાહ જોઈ રહ્યો છે એવી રમૂજી પોસ્ટ સોશિયલ મીડિયા એક્સ પર કરી છે. સોશિયલ મીડિયા પર આ જ અર્થની અનેક પોસ્ટ કરવામાં આવી રહી છે ચાલો, જોઈએ એમાંથી કેટલીક મજેદાર પોસ્ટ્સ..