મનોરંજન

‘કજરારે’ ગીત પર ઐશ્વર્યા-અભિષેકનો ધમાકેદાર ડાન્સ, જુઓ વાયરલ વીડિયો!

રાજકારણમાં એક રાહુલ બહુ ચર્ચામાં હોય છે, તો ફિલ્મોમાં ‘રાહુલ’ નામ તો સૂના હોગા ના…વાળો રાહુલ ઉર્ફ સૌન લાડલો શાહરુખ પણ ખૂબ જાણીતો છે, પરંતુ આજકાલ ત્રીજો એક રાહુલ હેડલાઇન્સમાં છે. વાત કરી રહ્યા છીએ, રાહુલ વૈદ્યની. તાજેતરમાં રાહુલ વૈદ્યએ વિરાટ કોહલી પર ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેને જોકર પણ કહ્યો હતો, જેના પછી તે ચર્ચામાં આવ્યો હતો, પરંતુ હવે એ નવી જ વાતને લઈ ચર્ચામાં આવ્યો છે.

રાહુલ વૈદ્યનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે શનિવાર રાત્રે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં આયોજિત કાર્યક્રમનો છે. વીડિયોમાં રાહુલ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સાથે જોવા મળે છે. આ વીડિયો જોયા પછી યુઝર્સ ગુસ્સે થયા અને અભિષેક અને ઐશ્વર્યા પ્રત્યે પોતાની નારાજગી પણ દર્શાવી હતી.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાહુલ વૈદ્ય ‘કજરારે’ ગીત ગાઈ રહ્યો છે. ઐશ્વર્યા અને અભિષેક સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આરાધ્યા પણ સાથે ઝૂમી રહી છે. આ જૂનો વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, એશ અને અભિષેક ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને યુઝર્સ તેમને સાથે જોઈને ખુશ છે. જોકે, રાહુલ વૈદ્યને જોઈને કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા.

આ પણ વાંચો: દૂરિયાં નજદિકીયાં બન ગઇ….! છૂટાછેડાની અફવાઓ વચ્ચે સાથે જોવા મળ્યા ઐશ્વર્યા-અભિષેક

રાહુલ વૈદ્યને ગાતા જોઈને યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક વ્યક્તિએ વીડિયો પર ટિપ્પણી કરી અને લખ્યું, ‘અભિષેક અને રાહુલ સાથે.’ આ નમૂનાને શામાટે બોલાવ્યો હતો? બીજાએ લખ્યું, ‘શું તે પણ ગાય છે?’ આ દરમિયાન, વિરાટ કોહલીના એક ચાહકે લખ્યું, ‘આ જ ખરો જોકર છે.’

તમને જણાવી દઈએ કે રાહુલ વૈદ્યએ વિરાટ કોહલી પર ટિપ્પણી કરી ત્યારથી સોશિયલ મીડિયા યુઝર્સ તેનાથી ખૂબ ગુસ્સે છે. રાહુલ વૈદ્યએ વિરાટ કોહલી દ્વારા અવનીત કૌરના ફેન પેજને ભૂલથી લાઈક કરવા પર પ્રતિક્રિયા આપી હતી.

ઉપરાંત, તેણે કહ્યું કે વિરાટે તેને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધી છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે વિરાટે તેને અનબ્લોક કરી દીધો છે, ત્યાર બાદ તે વિરાટની પ્રશંસા કરતો જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button