ઉર્વશી રૌતેલાની ₹ 70 લાખની બેગ લંડન એરપોર્ટ પરથી ચોરાઈ!

બોલીવુડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હવે ઉર્વશીએ દાવો કર્યો છે કે તાજેતરમાં લંડનના ગેટવિક એરપોર્ટ પરથી 70 લાખના દાગીના ભરેલી તેની લક્ઝરી બેગની ચોરી થઈ છે.
અભિનેત્રીએ કહ્યું કે તે વિમ્બલ્ડન માટે લંડન ગઈ હતી ત્યારે લગેજ બેલ્ટમાંથી તેની બેગ ગુમ થઈ ગઈ હતી. ઉર્વશીએ તેની બેગ શોધવાનો પ્રયાસ કર્યો પણ તે ક્યાંય મળી નહીં.
ઉર્વશીની ટીમે તેના વતી એક નિવેદન જારી કરીને કહ્યું, “પ્લેટિનમ અમીરાતના સભ્ય અને વિમ્બલ્ડનમાં હાજરી આપનાર વૈશ્વિક કલાકાર તરીકે મને તમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે મુંબઈથી અમીરાતની ફ્લાઇટમાંથી ઉતર્યા બાદ લંડનના ગેટવિક એરપોર્ટ પર બેગેજ બેલ્ટમાંથી અમારો ક્રિશ્ચિયન ડાયોર બ્રાઉન બેગેજ ચોરાયો હતો.”
આપણ વાંચો: 10-12 લાખ રૂપિયા નહીં ઉર્વશી રૌતેલાના આ ગાઉનની કિંમત સાંભળશો તો…
નિવેદનમાં એમ પણ લખ્યું હતું કે અમારા બેગેજ ટેગ અને ટિકિટ હોવા છતાં બેગ સીધી બેલ્ટ વિસ્તારમાંથી ગાયબ થઈ ગઈ હતી. એરપોર્ટ સુરક્ષાનું ઉલ્લંઘન. આ ફક્ત ખોવાયેલી બેગનો જ નહીં, પરંતુ બધા મુસાફરોની જવાબદારી, સલામતી અને આદરનો પણ સવાલ છે.
” સૌંદર્ય સ્પર્ધાઓ ઉપરાંત, ઉર્વશી ‘સિંહ સાબ ધ ગ્રેટ’, ‘સનમ રે’, ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ અને ‘હેટ સ્ટોરી 4’ સહિત અનેક બોલીવુડ ફિલ્મોમાં જોવા મળી છે.
ઉર્વશી ‘લવ ડોઝ’ અને ‘બિજલી કી તાર’ જેવા મ્યુઝિક વીડિયોમાં પોતાના ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. ઉર્વશી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે. તમને જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં ઉર્વશી રૌતેલાની માતાએ પણ તેની ભૂતપૂર્વ મેનેજર વેદિકા પ્રકાશ શેટ્ટી પર ચોરીનો આરોપ લગાવ્યો હતો.
આપણ વાંચો: આ કારણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફાટેલો ડ્રેસ પહેરીને પહોંચી ઉર્વશી રૌતેલા, કારણ આવ્યું સામે…
ઉર્વશી રૌતેલાની માતાએ દાવો કર્યો હતો
ઉર્વશીની માતાએ દાવો કર્યો હતો કે વેદિકા પ્રકાશ શેટ્ટી 2015-2017 દરમિયાન મારી પુત્રી માટે 24/7 એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. ઉર્વશી લાસ વેગાસમાં મિસ યુનિવર્સ સ્પર્ધામાંથી પરત ફર્યા પછી અને ત્યાર બાદ 2016માં જ્યારે તેને મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો ત્યારે તેને આસિસ્ટન્ટ તરીકે રાખવામાં આવી હતી.
આ સમય દરમિયાન તેને ઉર્વશીના કપડાં, મોંઘા ગાઉન અને અંગત સામાન સહિત ઘણી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જોકે, અમને ટૂંક સમયમાં જ ખબર પડી કે તેણે ચોરી અને છેતરપિંડીના કામો કર્યા છે.