મનોરંજન

ઉર્વશી રાઉતેલા કાન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં ફાટેલા કપડા સાથે ગઈ?! જૂઓ વીડિયો

ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલે દેશ-દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. અહીં ફિલ્મો સાથે સેલિબ્રિટીના આઉટફીટ્સ પણ ચર્ચાનો વિષય બનતા હોય છે. ચાલી રહેલા 78માં ફેસ્ટિવલમાં અભિનેત્રી ઉર્વશી રાઉતેલાએ પોતાના ગાઉનથી સૌનું ધ્યાન ખેચ્યું છે. જોકે તેનાં બે ગાઉને અલગ અલગ રીતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. પહેલીવાર ઉર્વશીએ રંગબેરંગી ગાઉન પહેર્યું હતું અને સાથે ચાર લાખનું પોપટ શેપનું ક્લચ લીધું હતું, જે સેન્ટર ઑફ એક્ટ્રેશન બન્યું હતું.

ત્યારે આજે તેણે જે ગાઉન પહેરી જાદુ વિખેરવાની કોશિશ કરી છે તેમાં તે ટ્રોલ થઈ છે. આનું કારણ જણાવીએ તે પહેલા તેના ગાઉનની થોડી વિગતો તમને આપી દઈએ. ઉર્વશીએ ઓ એજન્ટે સિક્રેટોના સ્ક્રીનિંગ દરમિયાન કાન્સના રેડ કાર્પેટ પર કાળા સિલ્ક ગાઉનમાં જોવા મળી હતી. ઉર્વશીએ નાઝા સેડે કોચર દ્વારા ડિઝાઇન કરાયેલ કાળો સિલ્ક ટેફેટા ગાઉન પહેર્યો હતો, જેમાં ટ્રેન, કોર્સેટેડ બોડિસ અને ટ્રાન્સપરન્ટ સ્લીવ્સ હતી. તેને એમરલ્ડ ઈયરિંગ્સ, પિંક ડેકોરેટેડ ક્લચ અને ફુલ ગ્લેમ મેકઅપ લૂકમાં તે સુંદર લાગતી હતી. અભિનેત્રીએ તેણીએ કોરલ બ્રાઉન લિપ્સ, ફ્લશ ગાલ, હાઇલાઇટેડ સ્કીન અને વિંગ્ડ આઈલાઈનર સાથે ગ્લેમ આઈ મેકઅપ પસંદ કરી ચહેરાને ચમકાવ્યો હતો, પરંતુ તે ઉપ્સ મોમેન્ટ્સનો શિકાર બની ગઈ.

બન્યુ એવું કે રેડ કાર્પેટ પર આવેલી ઉર્વશીએ પાપારાઝીને હેલ્લો વિશ કરવા હાથ ઊંચો કર્યો અને તેની લેફ્ટસાઈડના અન્ડરઆર્મ્સની સ્લીવમાં મોટું કાણું દેખાઈ ગયું. અભિનેત્રીએ આ ધ્યાન આવ્યું કે નહીં તે ખબર નહીં પણ કેમેરામાં કેપ્ચર થઈ ગયું. જોકે ઉર્વશીએ કોઈપણ જાતની નર્વસનેસ વિના સ્માઈલ આપી પોઝ આપવાનું ચાલુ રાખ્યું, પણ નેટીઝન્સ હવે તેનાં ફાટેલા ગાઉન મામલે કોમેન્ટ્સ કરી રહ્યા છે. જોકે અમુકે તેના કોન્ફીડન્સને દાદ આપી છે.

તમારું શું કહેવાનું છે તે અમને ચોક્કસ જણાવજો.

આપણ વાંચો:  30 વર્ષ નાની અભિનેત્રી સાથે કમલ હાસને કરી કિસ! સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ શરૂ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button