મનોરંજન

ઉર્વશી રૌતેલાએ કર્યો ચોંકાવનારો ખુલાસોઃ આ બે અભિનેતા છે ડેટિંગ એપ્સ પર

મુંબઈઃ ઉર્વશી રૌતેલા તેની ફિલ્મો અને અભિનય કરિયર કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. ઉર્વશી રૌતેલાના નિવેદનો દરરોજ વાયરલ થતા રહે છે. અભિનેત્રીએ અત્યાર સુધી પોતાના નિવેદનોથી ઘણા વિવાદોને જન્મ આપ્યો છે.

આ દરમિયાન ઉર્વશીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તાજેતરમાં, ઘણા બોલિવૂડ સ્ટાર્સ ડેટિંગ એપ્સ પર હોવાના અહેવાલ હતા, જેમાં આદિત્ય રોય કપૂર અને અર્જુન કપૂર જેવા સ્ટાર્સનું નામ સામેલ છે.

હવે ઉર્વશીએ જણાવ્યું કે તે પણ ડેટિંગ એપ પર છે. આ સાથે તેણે ઘણા બોલિવૂડ સ્ટાર્સના નામ પણ જણાવ્યા, જેમની પ્રોફાઇલ તેણે ડેટિંગ એપ પર જોઈ છે. તેણે આવા બે સ્ટાર્સના નામ જાહેર કર્યા જે ખૂબ જ ચોંકાવનારા હતા.

આ બંને નામોના ખુલાસાને કારણે ઉર્વશીનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. ઉર્વશીએ જણાવ્યું કે તેણે ડેટિંગ એપ પર આદિત્ય રોય કપૂર અને રિતિક રોશનની પ્રોફાઇલ જોઈ છે. ઉર્વશીના આ ખુલાસાથી રિતિક રોશન અને સબા આઝાદના ચાહકો ચોંકી ગયા છે.

આપણ વાંચો: ઉર્વશી રૌતેલા golden birthday cake કાપી, કિંમત જાણશો તો…

ઉર્વશી રૌતેલાએ કહ્યું કે ‘હા, હું ડેટિંગ એપ પર છું, પરંતુ માત્ર મારા મિત્રો માટે હું આ એપ્લિકેશન પર છું. બીજું કોઈ કારણ નથી. હૃતિક રોશન પણ રાયા (ડેટિંગ એપ) પર છે અને મેં આ એપ પર આદિત્ય રોય કપૂરને પણ જોયો છે. તેમના સિવાય પણ ઘણી એવી હસ્તીઓ છે જેમની પ્રોફાઇલ મેં એપ પર જોઈ છે.

ઉર્વશી રૌતેલાએ આ ખુલાસો એવા સમયે કર્યો છે, જ્યારે હાલમાં જ કેટલીક સેલિબ્રિટીઓની ડેટિંગ એપ પ્રોફાઇલના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. આમાં રિતિક રોશનનું નામ પણ સામેલ છે.

હૃતિક આ દિવસોમાં સબા આઝાદને ડેટ કરી રહ્યો છે અને આ વાત કોઈનાથી છુપી નથી. આવી સ્થિતિમાં, ગર્લફ્રેન્ડ હોવા છતાં, અભિનેતાનું ડેટિંગ એપ પર હોવું તેના અને સબાના ચાહકોને ગળે નથી ઉતરતું.

આદિત્ય રોય કપૂરની વાત કરીએ તો થોડા સમય પહેલા સુધી અભિનેતા વિશે એવી ચર્ચા હતી કે તે અનન્યા પાંડેને ડેટ કરી રહ્યો છે. બંનેના વેકેશનના કેટલાક ફોટા પણ સામે આવ્યા હતા. પરંતુ પછી અચાનક તેમના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા. જો કે, બંનેએ ક્યારેય તેમના ડેટિંગ અથવા તેમના બ્રેકઅપના સમાચારની પુષ્ટિ કરી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button