મનોરંજન

આ કારણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફાટેલો ડ્રેસ પહેરીને પહોંચી ઉર્વશી રૌતેલા, કારણ આવ્યું સામે…

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દરરોજ બોલીવૂડ સેલેબ્સના નવા નવા લૂક સામે આવી રહ્યા છે ત્યારે ઉર્વશી રૌતેલા બ્લેક કલરના ફાટેલા ગાઉન પહેરીને પહોંચી હતી.

સોશિયલ મીડિયા પર ઉર્વશીની આ ઉપ્સ મોમેન્ટનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે ત્યારે ઉર્વશી કેમ આવા કપડાં પહેરીને પહોંચી હતી એનો ખુલાસો થઈ ગયો છે. ખુદ ઉર્વશીએ આ વાતનો ખુલાસો કર્યો છે. આવો જોઈએ ઉર્વશીએ શું કહ્યું છે-

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઉર્વશી રૌતેલાએ રેડ કાર્પેટ પર પોતાની સુંદરતા અને સ્ટાઈલિંગથી જાદુ ચલાવ્યો હતો. ઈવેન્ટના બીજા દિવસે ઉર્વશી સુંદર મજાના બ્લેક કલરના ગાઉનમાં જોવા મળી હતી, પરંતુ આ ગાઉન સહેજ ફાટી ગયો હતો.

આપણ વાંચો: PM Narendra Modiના ફોટાવાળો નેકલેસ પહેરી કાન ફિલ્મ ફેસ્ટિવલ પહોંચી એક્ટ્રેસ…

બસ મીડિયાએ આનો હોબાળો મચાવ્યો હતો. હવે ઉર્વશીએ ખુદ આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે 70 વર્ષની વૃદ્ધાને બચાવવા જતાં તેની સાથે આ દુર્ઘટના થઈ હતી અને તેનો એને જરાય અફસોસ નથી.

એક્ટ્રેસે એક ઈન્ટરવ્યુમાં ડ્રેસ ફાટવાને લઈને ખુલાસો કર્યો હતો. ઉર્વશીએ જણાવ્યું હતું કે કયા કારણે તેનું વોર્ડરોબ માલફંક્શન થયું હતું.

આપણ વાંચો: આ કારણે Aishwarya Rai-Bachchan દીકરી આરાધ્યાને કાન ફિલ્મ ફેસ્ટિવલ લઈ જાય છે…

આ વિશે ખુલાસો કરતાં તેણે કહ્યું હતું કે તે ઈવેન્ટમાં જઈ રહી હતી એ સમયે તેની કારના ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી, કારણ કે 70 વર્ષની એક વૃદ્ધા રોડ ક્રોસ કરી રહી હતી. ડ્રાઈવરની ચપળતાથી એક્સિડન્ટ તો ટળી ગયો, પણ અચાનક આવેલા ઝટકાને કારણે તેનો ડ્રેસ ફાટી ગયો હતો.

તેણે આગળ એવું પણ જણાવ્યું હતું કે એ પળે મને નુકસાન કે બીજી કોઈ વાતની નહીં પણ મહિલાની સેફ્ટીની ચિંતા હતી અને એટલે જ મેં એ ફાટેલા આઉટફિટ સાથે રેડ કાર્પેટ પર વોક કરવાનું પસંદ કર્યું હતું. સાચી તાકાત તમારા દ્રષ્ટિકોણમાં હોય છે. હું એને ફાટેલા ગાઉનની નહીં પણ એક જુસ્સો, દેશ માટે શાઈન કરવાની મારો પ્રયાસ જોઈ રહી છું.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્વશીએ કાન ફિલ્મ ફેસ્ટિલમાં રેડ કાર્પેટ પર પોતાને વિક્ટિમ તરીકે નહીં પણ ક્વીન તરીકે રજૂ કરી હતી અને ફેન્સ તેની જાંબાઝીને સલામ કરી રહ્યા છે. જોકે, કેટલાક વાંક દેખ્યા લોકોએ આને સસ્તો પબ્લિસિટી સ્ટન્ટ પણ ગણાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button