'કોમોલિકા'નો બિકિની અવતાર: 45ની ઉંમરે પણ ઉર્વશી ધોળકિયા સુપર ફિટ! | મુંબઈ સમાચાર
મનોરંજન

‘કોમોલિકા’નો બિકિની અવતાર: 45ની ઉંમરે પણ ઉર્વશી ધોળકિયા સુપર ફિટ!

અભિનેત્રી ઉર્વશી ધોળકિયા હજુ પણ ચાહકોની પ્રિય ખલનાયિકા છે. આ અભિનેત્રી ભલે નાના પડદાથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં તે બિકિનીમાં પોતાને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

ખૂદ ઉર્વશી ધોળકિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. વાયરલ તસવીરોમાં ઉર્વશી સફેદ અને વાદળી રંગની લાઇનવાળી બિકિની પહેરીને પોતાને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

આ પણ વાંચો: ‘આ’ દેશના બીચ પર બિકિની પહેરવા પર પ્રતિબંધ, જાણો ડ્રેસ કોડ અને તેના કારણો

અભિનેત્રીએ પુલમાં એક કરતા અલગ અલગ અંદાજમાં ફોટો શૂટ કરાવ્યું હતું, જેમાં અભિનેત્રીએ ખુલ્લા વાળ અને ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. ફોટામાં અભિનેત્રી પૂલ પાસે સેલ્ફી લેતી જોવા મળી હતી. આ ફોટા શેર કરતી વખતે ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું, ‘જે પણ કહો, જે વિચારવાનું હોય એ વિચારો. શાનદાર રીતે બોલ્ડ માફી માંગ્યા વિના હું હંમેશા અને હંમેશા..’ અભિનેત્રીના આ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. કમેન્ટ સેક્શનમાં બધા તેની ફિટનેસના વખાણ કરતા જોવા મળ્યા.

અહીં વ્યક્તિગત ઉર્વશી ધોળકિયાની વાત કરીએ તો વર્ષોથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. ચાહકો હજુ પણ કોમોલિકાની ભૂમિકા માટે અભિનેત્રીને યાદ કરે છે. તમને જણાવી દઈએ કે ઉર્વશી બે જોડિયા પુત્રોની માતા છે. પરંતુ 45 વર્ષની ઉંમરે પણ તે ફિટનેસમાં યુવા અભિનેત્રીઓને પાછળ છોડી દે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button