રંગીલાની મીલીએ કંઈક આ રીતે ફિલ્મના 30 વર્ષની કરી ઉજવણી, 51 વર્ષે ડાન્સ કરીને ચાહકોના દિલ જીત્યા…

મુંબઈ: બોલીવુડની 90’Sના સમયની એક એવી ફિલ્મ જેને 30 વર્ષ પહેલા બોક્સ ઓફ્સ પર ધૂમ મચાવી હતી. રંગીલા ફિલ્મને આજે 30 વર્ષ પૂર્ણ થયા છે. જેમાં ઉર્મિલા મતોંડકર, આમિર ખાન અને જેકી શ્રોફ જોવા મળ્યા હતા.
આ ખાસ પ્રસંગે ઉર્મિલાએ ‘રંગીલા રે’ ગીત પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે મિની ડ્રેસમાં બાલ્કનીમાં ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, અને ચાહકો તેની એનર્જીના વખાણ કરી રહ્યા છે.
ઉર્મિલા માતોંડકરે આ વીડિયોમાં સફેદ અને વાદળી રંગનો મિની ડ્રેસ પહેર્યો છે, જેની સાથે હાઈ હીલ્સ પહેલી છે, આ આઉટ ફિટમાં તે ખુબ સુંદર લાગી રહ્યી છે. આ વીડિયો શેર કરતા તેણે લખ્યું, “‘રંગીલા’ માત્ર ફિલ્મ નહોતી, પરંતુ એક ભાવના હતી.
જે આનંદ, આશા, સપના, સુંદરતા, ઉત્સાહ, પ્રેમ, સંઘર્ષ અને જીવનનો ઉત્સવ છે. દરેક દ્રશ્ય નિર્દોષતા અને આશ્ચર્યની દુનિયામાં લઈ જાય છે, જ્યારે દરેક ગીત નવરસનો ઉત્સવ છે.” આ પોસ્ટે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
‘રંગીલા’ની યાદો અને શુભેચ્છાઓ
ઉર્મિલાએ પોતાના પોસ્ટમાં ‘રંગીલા’ની યાદોને તાજી કરતા લખ્યું, “એક નિર્દોષ છોકરીએ મોટા પડદા પર પગ મૂક્યો અને પોતાની એક્ટિંગ સ્કીલથી દર્શકોના દિલ જીતી લીધા. આ ફિલ્મે સુંદરતા, કવિતા અને પ્રેમની યાત્રા શરૂ કરી.
ત્રીસ વર્ષ પહેલાં ‘રંગીલા’ તમારી થઈ, જ્યારે તમે હસ્યા, ખુશીઓ મનાવી અને તેના જાદુમાં ખોવાઈ ગયા.” તેણે ચાહકોના પ્રેમ અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો, જે તેના સફરનો સૌથી મોટો આશીર્વાદ રહ્યો છે.
ઉર્મિલાના આ વીડિયો પર ચાહકોનો પ્રેમ ઉમટી પડ્યો છે. એક યુઝરે તેના નૃત્ય અને ફિટનેસની પ્રશંસા કરતાં લખ્યું, “ઉર્મિલા હજી પણ ‘રંગીલા’ની મિલી જેવી જ લાગે છે, અદભૂત!” અન્ય એક ચાહકે લખ્યું, “તમારું આકર્ષણ અજોડ છે.
નાનપણથી મારી ફેવરિટ!” અન્ય એકે ઉર્મિલાની એનર્જીને અદ્ભુત ગણાવી. આ પ્રતિસાદો દર્શાવે છે કે ઉર્મિલા અને ‘રંગીલા’નો જાદુ આજે પણ ચાહકોના દિલમાં જીવંત છે.
આ પણ વાંચો…ઉર્મલા માતોંડકરે સ્પેશિયલ સ્ટાઈલમાં કર્યું બાપ્પાનું સ્વાગતઃ અભિનેત્રીની અદાઓ મન મોહી લેશે…