ઉર્મલા માતોંડકરે સ્પેશિયલ સ્ટાઈલમાં કર્યું બાપ્પાનું સ્વાગતઃ અભિનેત્રીની અદાઓ મન મોહી લેશે…

રંગીલા ગર્લ તરીકે જાણીતી બનેલી ઉર્મલા માતોંડકર ભલે રૂપેરી પદડેથી દૂર હોય, પણ તેનાં ફેન્સ હજુ તેને યાદ કરે છે. 51 વર્ષે પણ ઉર્મિલા એટલી જ સુંદર અને સોહામણી લાગે છે.
ઉર્મિલાએ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું અને લોકસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ સફળ થઈ નહીં. ઉર્મિલાએ કાશ્મીરી સાથે લગ્ન કરી સનસનાટી ફેલાવી હતી. આજે તેણે ફરી પોતાનો જાદુ સોશિયલ મીડિયા પર દેખાડ્યો હતો.
ઉર્મિલાએ બાપ્પાના આગમનની ખુશીમાં મરાઠી ગીત પર ડાન્સ કર્યો છે અને તેને ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો. ઉર્મલાએ ક્લાસિકલ ડાન્સ ફોર્મમાં પોતાની ટેલેન્ટ બતાવી છે. તેના એક્સપ્રેશન્સ મન મોહી લે તેવા છે અને તેના પર તેની ખૂબસુરતીએ ચાર ચાંદ લગાવી દીધા છે.
ઉર્મિલાએ ઓરેન્જ કલરનો અનારકલી ડ્રેસ અને સાથે ટ્રેડિશનલ ઓર્નામેન્ટ્સ પહેર્યા છે. ઉર્મિલા 51 વર્ષની હોવા છતાં તેનાં ચહેરા પર તાજગી અને નૂર દેખાય છે.
ડાન્સ ઉર્મિલા માટે નવો નથી. માધુરી દીક્ષિત બાદ ડાન્સ મુવ્સ અને એક્સપ્રેશન્સમાં ઉર્મિલા માતોંડકરનું નામ લેવાતું હતું. ઉર્મલાએ ઘણી સારી ફિલ્મો સાથે ઘણા સારા ડાન્સ સિકવન્સ પણ આપ્યા છે.
આ પણ વાંચો…ટાઈટ સિક્યોરિટી વચ્ચે આ કોણ પધાર્યું અંબાણી પરિવારના એન્ટિલિયામાં? વીડિયો થયો વાઈરલ…

છમ્મા છમ્મા બાજે રી મેરી પેજનીયા, આઈયે આ જાઈયે, કમ્બક્ત ઈશ્ક હૈ જો, રંગીલા રે, હા મુજે પ્યાર હુઆ અલ્લાહમિયા જેવા ઘણા ગીતો આજે પણ એટલા જ ફેમસ છે. તો તમે પણ જૂઓ વીડિયો અને જણાવો કે ઉર્મિલા આજે પણ એટલી જ મનમોહક લાગે છે કે નહીં.
આ પણ વાંચો…Aishwarya કે Katrina નહીં પોતાની 12 વર્ષ નાની આ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા હતા Salman Khan ને…