આ મુસ્લિમ અભિનેત્રીનો આવો લુક ચોંકાવી દેશે તમને… તમે જ જોઇ લો
મનોરંજન જગતમાં એવા ઘણા છે જેણે પોતાનો ધર્મ બદલ્યો છે. કોઇ મુસ્લિમમાંથી હિંદુ તો કોઇ હિંદુમાંથી મુસ્લિમ બન્યું છે. મુસ્લિમ પિતા અને હિંદુ માતાની પુત્રી સારા અલી ખાન શિવભક્ત છે. કેટલાક એવા પણ છે જે કોઇ પણ ધર્મમાં નથી માનતા. આજે આપણે જે હસીનાની વાત કરીશું તે ધર્મથી મુસ્લિમ છે, પણ ધર્મમાં નથી માનતી. આ અભિનેત્રી છે ઉર્ફી જાવેદ. તાજેતરમાં તેણે જે કંઇ કર્યું છે, તેનાથી લોકો ચોંકી ગયા છે. અભિનેત્રી અને મોડેલ ઉર્ફી જાવેદ તેના બોલ્ડ લુક અને અતરંગી વેષભૂષાને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. પોતાના લુકથી કેવી રીતે ચર્ચામાં રહેવું એ ઉર્ફીને ઘણું સારી રીતે આવડે છે.
હાલમાં જ તેણે એવો લુક ધારણ કર્યો હતો કે બધા ખુશીથી ચોંકી ગયા હતા. હાલમાં જ અભિનેત્રી 400 પગથિયા ચઢીને ભોલેબાબાના દર્શન કરવા પહોંચી હતી. તેણે પોતાનો વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં તે એકદમ સાદા, સિમ્પલ સંસ્કારી લુકમાં નજરે પડી રહી છે. તે વાદળી રંગનો લહેરિયા પ્રિન્ટનો કુર્તો-પાયજામો પહેરીને મહાદેવના દર્શને પહોંચી હતી. તેણે પૂજાપાઠ પણ કર્યા હતા અને હવનની પાસે પણ ગઇ હતી. બાદમાં તે શિવભક્તિમાં લીન થઇ હતી. એણે હાથ જોડીને ભગવાનના આશિર્વાદ પણ લીધા હતા.
ઉર્ફીનો આ વીડિયો કાનાકોલર ગિરીમાળા પર આવેલા કંબેશ્વર મહાદેવના મંદિરનો છે. ઉર્ફીએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે આ શિવમંદિરમાં આવવા માટે તે 400 પગથિયા ચઢી હતી. ઉર્ફીની આ તસવીરો જોઇને લોકો તેના વખાણ કરી રહ્યા છે.
Also read: હેં…ઉર્ફી જાવેદે કરી લીધી સગાઈ ? કોણ છે તસવીરમાં?
કેટલાક લોકોએ લખ્યું હતું કે આનાથી સારી મુસ્લિમ ના હોઇ શકે. તો કેટલાક લોકોએ વળી લખ્યું હતું કે, હું તો ઉર્ફી માટે પાગલ થઇ ગયો. ઉર્ફી જાવેદને તેના કપડાને કારણે હંમેશા ટ્રોલીંગનો સામનો કરવો પડે છે. ઘણા લોકો કહે છે કે મુસ્લિમ હોવાથી તેણે આવા કપડાં ના પહેરવા જોઇએ. જોકે, પોતાના ટીકાકારોને જવાબ આપતા ઉર્ફી કહે છે કે તે કોઇ ધર્મમાં નથી માનતી અને નાસ્તિક છે.