મનોરંજન

હેં…ઉર્ફી જાવેદે કરી લીધી સગાઈ ? કોણ છે તસવીરમાં?


જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને રિયાલિટી સ્ટાર ઉર્ફી જાવેદની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જે બાદ ઉર્ફીએ સગાઈ કરી લીધી હોવાની અટકળો ફેન્સ લગાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં ઉર્ફી જાવેદ કોઈ મિસ્ટ્રી મેન સાથે પૂજા કરતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે પોતાની લવ લાઈફ વિશે ખુલીને બોલતી ઉર્ફીએ આ વખતે ચૂપ રહેવાનું પસંદ કર્યું છે તે વાતની સૌને નવાઈ લાગી રહી છે. ઉર્ફીની બહેને પણ કપલની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
ઉર્ફી જાવેદ પોતાના બોલ્ડ અને અતરંગી લૂકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. વિવિધ પ્રકારની સ્ટાઈલના કપડાં જાતે ડિઝાઈન કરીને નીકળતી ઉર્ફી જાવેદનો દરેક નવો લૂક ચર્ચાનો વિષય બની જાય છે. ઉર્ફી જાવેદ જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે એવામાં હાલ તો એક અલગ જ કારણે ચર્ચામાં આવી છે. ઉર્ફીની કેટલીક તસવીરો ઓનલાઈન વાયરલ થઈ છે જે બાદ તેણે સગાઈ કરી લીધી હોવાની ચર્ચા શરૂ થઈ છે.
ઉર્ફી જાવેદની કેટલીક તસવીરો વાયરલ થઈ છે જેમાં તે એક શખ્સ સાથે પૂજા કરતી જોવા મળે છે. હવન કુંડ પાસે ઉર્ફી અને તેનો મિસ્ટ્રી મેન બેઠેલા જોવા મળે છે. આ ફોટોઝ વાયરલ થતાં નેટિઝન્સ ચર્ચા કરી રહ્યા છે કે ઉર્ફીની સગાઈ થઈ રહી છે. તસવીરોમાં પંડિતજી પણ જોવા મળે છે ત્યારે લોકો કહી રહ્યા છે કે, ઉર્ફીએ સગાઈ કરી લીધી છે અને સાથે બેઠેલો વ્યક્તિ તેનો ફિયોન્સે છે.
પોતાની લવ લાઈફ વિશે ઉર્ફી જાવેદ હંમેશાથી ખુલીને બોલતી આવી છે પરંતુ આ વખતે લાગી રહ્યું છે કે, ઉર્ફીએ ચર્ચા ના કરવાનું નક્કી કર્યું છે. કેટલાય મોટા સેલેબ્સની જેમ ઉર્ફી આ વખતે પોતાની પર્સનલ લાઈફને મીડિયાથી દૂર રાખવા માગતી હોય એવું લાગી રહ્યું છે. ઉર્ફીની બહેન ઉરુસાએ પણ કપલની તસવીરો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂકી હતી. જોકે, આ તસવીરો શેની છે અને બાજુમાં બેઠેલો વ્યક્તિ કોણ છે એ વિશે ઉર્ફીએ ખબર લખાઈ ત્યાં સુધી કોઈ ખુલાસો નથી કર્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button