બોલ્ડ ફેશન સેન્સને કારણે હંમેશા ચર્ચામાં અને વિવાદોમાં રહેતી ઉર્ફી જાવેદની ધરપકડ કરવામાં આવી છે.સોશિયલ મીડિયાપર એક નવો વીડિયો આવ્યો છે, જેમાં એ દાવો કરવામાં આવ્યો છે કે શુક્રવારે સવારે ઉર્ફી જાવેદની ધરપકડ કરવામાં આવી છે.
બોલિવૂડના સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાની દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ઉર્ફી સવારે કૉફી રન પર જોવા મળી ત્યારે પોલીસ અધિકારીઓના એક જૂથે તેની ધરપકડ કરી લીધી હતી. અભિનેત્રીનો આ વીડિયે સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઇ રહ્યો છે.
વાઇરલ વીડિયોમાં એવું જોવા મળી રહ્યું છે કે એક મહિલા પોલીસ અધિકારી ઉર્ફીને પોતાની સાથે પોલીસ સ્ટેશન ચાલવા માટે કહે છે. જ્યારે ઉર્ફીએ ધરપકડ માટેનું કારણ જાણવા માગ્યું તો લેડિસ પોલીસે એનો હાથ પકડી લીધો હતો અને જવાબ આપ્યો હતો કે, આટલા નાના કપડા પહેરીને કોણ ફરવા જાય છે? જોકે, હજી સુધી આ વીડિયોની કોઇ પુષ્ટિ કરવામાં નથી આવી.
સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આ કદાચ ખોટો વીડિયો હોઇ શકે છે કે ચર્ચામાં આવવા માટે ઉર્ફીએ કોઇ નવો દાવ અજમાવ્યો હોઇ શકે છે. જોકે, યુઝર્સ ઉર્ફીની ધરપકડ શા માટે થઇ એવા પણ કારણ પૂછતા હતા.
જાણકારી માટે કે ઉર્ફી કૉફી રન માટે ડેનિમ પેન્ટ સાથે બેકલેસ ટોપમાં જોવા મળી હતી. જ્યારે એને ધરપકડ કરવામાં આવી ત્યારે એના ચહેરાનું નૂર ઊડી ગયેલું જોવા મળ્યું હતું.