શુક્રવારે નવી ફિલ્મ આવ્યા બાદ સૈયારાની રફતાર ઘટશે? ફિલ્મે કરી આટલી કમાણી...

શુક્રવારે નવી ફિલ્મ આવ્યા બાદ સૈયારાની રફતાર ઘટશે? ફિલ્મે કરી આટલી કમાણી…

અજય દેવગનની સન ઓફ સરદાર 25મી જુલાઈને બદલે 1લી ઑગસ્ટે રિલિઝ થવાની છે. ફિલ્મની રિલિઝ એક અઠવાડિયું પાછળ ઠેલવાનું કારણ સૈયારા ફિલ્મની લોકપ્રિયતા હોવાનું માનવામાં આવે છે ત્યારે હજુપણ સૈયારાનો ક્રેઝ ઘટ્યો નથી ત્યારે 1લી તારીખે અજય દેવગનની ફિલ્મ સૈયારાની ધોમ કમાણી પર બ્રેક લગાવી શકશે કે કેમ તે ફિલ્મના ઑપનિંગ વિક એન્ડમાં ખબર પડશે.

સૈયારાની વાત કરીએ તો ફિલ્મની રિલિઝને 12 દિવસ થયા છે અને ફિલ્મ રૂ. 400 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કરી ચૂકી છે. ફિલ્મે બીજા સોમવારે રૂ. 9.25 કરોડનું કલેક્શન કર્યું છે જ્યારે મંગળવારે આમા થોડો વધારો થયો છે અને ફિલ્મે રૂ. 9.50 કરોડનું કલેક્શન કર્યું છે.

Ajay Devgn

સૈયારા ફિલ્મના અત્યાર સુધીના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે શરૂઆતના દિવસે 21 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે એટલે કે પહેલા શનિવારે 26 કરોડ, પહેલા રવિવારે 35.75 કરોડ, ચોથા દિવસે એટલે કે પહેલા સોમવારે 24 કરોડ, પાંચમા દિવસે મંગળવારે 25 કરોડ, છઠ્ઠા દિવસે 21.5 કરોડ અને સાતમા દિવસે 19 કરોડ, આઠમા દિવસે એટલે કે બીજા શુક્રવારે 18 કરોડ, નવમા દિવસે એટલે કે બીજા શનિવારે 26.5 કરોડ અને 10મા દિવસે રવિવારે 30 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ 10 દિવસમાં ફિલ્મની કુલ કમાણી 247.25 કરોડ પર પહોંચી ગઈ.

જ્યારે ગ્લોબલ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે રૂ. 400 કરોડ સુધીનું કલેક્શન કરી લીધું છે.

આ પણ વાંચો…નેશનલ ક્રશ અનિતા પડ્ડા હવે OTT પર: જાણો કઈ સિરીઝમાં જોવા મળશે!

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button