મુંબઈ ફરવા આવેલી યુપીની ઈન્ફ્લુઅન્સરનું મુંબઈ પુણે એક્સપ્રેવે પર અકસ્માતમાં મોત | મુંબઈ સમાચાર

મુંબઈ ફરવા આવેલી યુપીની ઈન્ફ્લુઅન્સરનું મુંબઈ પુણે એક્સપ્રેવે પર અકસ્માતમાં મોત

મુંબઈઃ મુંબઈ અને પૂણે વચ્ચે વાહન વ્યવહાર સરળ રહે અને અકસ્માતો ઓછા થાય તે માટે બનાવેલો મુંબઈ પૂણે એક્સપ્રેસ વે પર અકસ્માતોની ઘટના વારંવાર બનતી રહે છે. આવી જ એક ઘટનામાં એક જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર અસફિયા ખાને આજે જીવ ગુમાવ્યો છે.

માત્ર 22 વર્ષની અસફિયા મૂળ ઉત્તર પ્રદેશના બરેલીની છે અને મુંબઈ ફરવા માટે આવી હતી. અસફિયા સાથે અન્ય ચાર જણ પ્રવાસ કરી રહ્યા હતા, તેમને પણ ગંભીર ઈજાઓ થઈ છે જ્યારે અસફિયાએ નજીકની એમજીએમ હૉસ્પિટલ પહોંચતા પહેલા જ પ્રાણ છોડી દીધા હતા.

પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ટોયોટા અર્બન ક્રુઝર કાર નંબર UP 32 MU 2287 ના ડ્રાઇવર નૂર આલમ ખાન (ઉંમર 34 વર્ષ) એ ખૂબ ઝડપથી વાહન ચલાવતા અક્સમાત સર્જાયાનું સ્થાનિકોનું કહેવાનું છે. કાર અચાનક કાબુ ગુમાવવાને કારણે 3 થી 4 વખત પલટી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ખુરદો બોલી ગયો હતો.

આ પણ વાંચો: આ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરે 140ની સ્પીડે કાર ચલાવી, એકને ઠોકયો તો પણ કહે છે કે…

અઢી લાખ કરતા વધારે ફોલોઅર્સ

આસફિયા ખાન સોશિયલ મીડિયા પર એક લોકપ્રિય ચહેરો હતી. ઇન્સ્ટાગ્રામ પર તેનાં લગભગ 2.5 લાખથી વધુ ફોલોઅર્સ હતા. તે તેની લાઈફસ્ટાઈલ, ટ્રાવેલ, ફેશન અને બ્લોગ વિડિઓઝ માટે જાણીતી હતી. જોકે અસફિયા પોલિટિકલ રિલ્સ પણ બનાવતી હતી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની સમર્થક હતી.

મુંબઈની મુલાકાત અને અણધારી એક્ઝિટ

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ઈન્ફ્લુઅન્સર્સ છે, જેમનું ફેન ફોલોઈંગ ઘણા ફિલ્મ સ્ટાર કરતા પણ વધુ હોય છે. અસફિયાએ ઘણા ઓછા સમયમાં ઈન્સ્ટા પર ફેન બનાવ્યા હતા.

આસફિયા ખાન 15 દિવસ પહેલા તેના મિત્રો સાથે ફરવા માટે મુંબઈ આવી હતી. મુંબઈની મુલાકાત લીધા પછી, તે રવિવારે રાત્રે લોનાવાલા જવા રવાના થઈ હતી. અસફિયાની અણધારી વિદાયે સોશિયલ મીડિયા વર્લ્ડ અને તેનાં ફેન્સને શોકમાં મૂકી દીધા છે અને લોકો તેને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button