તલાકનો તણાવ નહીં, જશ્ન! યુવકની 'ડિવોર્સ પાર્ટી' સોશિયલ મીડિયા થઈ વાયરલ, જૂઓ વીડિયો...
મનોરંજન

તલાકનો તણાવ નહીં, જશ્ન! યુવકની ‘ડિવોર્સ પાર્ટી’ સોશિયલ મીડિયા થઈ વાયરલ, જૂઓ વીડિયો…

આજના સમયમાં વૈવાહિક જીવનમાં વધતા વિવાદોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેનું પરિણામ છૂટાછાટ આવવું પણ જાણે સામાન્ય બની ગયું હોય. પરંતુ જે રીતે લગ્ન જીવનમાં તણાવ વધી રહ્યા છે, એ જ રીતે લગ્ન જીવન પૂર્ણ કરવુ પણ એક તણાવ ભર્યુ કામ લાગી રહ્યું છે. પરંતુ જ્યારે તે પૂરી થાય છે ત્યારે રાહતનો અહેસાસ થાય છે. આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે, જ્યાં એક વ્યક્તિ ડાઈવોર્સ થતાની સાથે છૂટાછેડા પૂર્ણ થયા હોવાની ઉજવણી કરી રહ્યો છે. આ વીડિયોમાં તેણે દૂધથી નહાવું, નવા કપડાં પહેરવા અને કેક કાપવા જેવા રીવાજો પૂર્ણ કરી આનંદ વ્યક્ત કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તે વ્યક્તિ પોતાની માતા સાથે દેખાય છે. વીડિયોમાં માતા તેના પુત્ર પર દૂધ રેડે છે, જેને ડિવોર્સ પછીની નવી શરૂઆતના પ્રતીક તરીકે દર્શાવાયું છે. ત્યારબાદ તે નવા કપડા પહેરીને “હેપ્પી ડિવોર્સ્ડ” લખેલી કેક કાપે છે. યુવાનની માતા પણ આ ઉજવણીમાં સામેલ થઈને તેને પ્રોત્સાહન આપે છે, જે વીડિયોને વધુ રસપ્રદ બનાવે છે અને તેને વાયરલ કરી દીધો છે.

વીડિયોના કેપ્શનમાં બિરાદરે લખ્યું છે કે ખુશ રહો અને ખુદ માટે ઉજવણી કરો, ઉદાસ ન થાઓ. તેણે ઉલ્લેખ કર્યો કે 120 ગ્રામ સોનું અને 18 લાખ રૂપિયા આપ્યા છે. હવે તે સિંગલ છે, ખુશ છે, આઝાદ છે અને પોતાના જીવનના નિયમો પોતે બનાવશે. આ સંદેશથી લાગે છે કે તલાક પછી તેને આર્થિક અને માનસિક રાહત મળી છે, અને તે આને નવી જિંદગીની શરૂઆત માની રહ્યો છે.

લોકો આ અનોખા જશ્ન પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાકે અભિનંદન આપ્યા, જેમ કે એક યુઝરે કહ્યું કે ફરી લગ્ન ન કરો, માતા જ તમારી સંભાળ માટે પૂરતી છે. બીજાએ તેને નર્ક જેવા જીવનથી મુક્તિ મળવા બદલ વધાવ્યો. કેટલાકે સિંગલ લાઈફને શ્રેષ્ઠ ગણાવી, જ્યારે એક મહિલા યુઝરે કહ્યું કે તેની પૂર્વ પત્ની તેનાથી વધુ ખુશ હશે. બીજી એક ટિપ્પણીમાં છોકરીઓને મામા બોયથી દૂર રહેવાની સલાહ આપી, કારણ કે તે જીવનની સૌથી મોટી તબાહી બની શકે છે.

આ પણ વાંચો…લોકલ ટ્રેનમાં મહિલાઓ વચ્ચે જોરદાર ‘ફાઈટ’, મારપીટના ફૂટેજ વાયરલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button