ઉદિત નારાયણ ગીત ગાવા ગયા હતા કે ફીમેલ ફેન્સને કીસ કરવા, વીડિયો વાયરલ

ઉદિત નારાયણ(udit narayan) બોલિવૂડના દિગ્ગજ સિંગરોમાંના એક છે. 65 વર્ષ આસપાસ પહોંચી ગયેલો ઉદીત આજે પણ ફ્રેશ અને યંગ લાગે છે, પણ જે ઉંમરમાં જે શોભે તે શોભે અને વળી જાહેરમાં તમે ગમે તે કરો તો ભઈ નજરે તો ચડો જ. ઉદિત નારાયણનો આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ગીત ગાતા ગાતા કીસ કરતો જોવા મળ્યો છે અને તે પણ એક નહીં ત્રણ ત્રણ ફીમેલ ફેન્સને. જોકે ફીમેલ ફેન્સને તેનાથી વાંધો હોય તેમ જણાતું નથી, પરંતુ નેટીઝન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે અને લોકો તેને જોઈ ચોંકી ગયા છે.
વિડિયોમાં એવું તો શું છે
આ વિડિયોમાં ઉદિત ટિપ-ટિપ બરસા પાની ગીત ગાઈ રહ્યો છે. અને પછી અમુક મહિલા ફેન્સ સ્ટેજની નજીક પહોંચે છે. અને સિંગર સાથે સેલ્ફી લે છે. પહેલી ફેન આવે છે ઉદિત સેલ્ફી આપે છે અને ઉદિત તેને ગાલ પર કિસ કરે છે. ત્યારબાદ બીજી આવે છે તેને પણ ગાલ પર કીસ આપે છે, પરંતુ ત્રીજી મહિલાને તે એકદમ લીપની બાજુમાં કીસ આપે છે. દરમિયાન ત્યાના સિક્યોરિટી ગાર્ડ મહિલાને રોકે છે તો ઉદિત જ પેલી મહિલાને આવવા કહે છે અને ગીત પડતું મૂકી કીસ કરવા માંડે છે. લોકો આ વીડિયો જોઈ ચોંકી ગયા છે.
રોમાન્ટિક ગીતોનો બાદશાહ મનાતો ઉદિત વિવાદમાં પડતો નથી, પરંતુ વીડિયોમાં જે દેખાય છે તેને સાચું માનીએ તો ટ્રોલિંગ તો થશે જ. હવે જો આમાં કોઈ સ્પષ્ટતા આવે ચે કે નહીં.
આ પણ વાંચો…ચોરી પકડી ગઈઃ કોને ડેટ કરી રહી છે ખુશી કપૂર?