ઈશા અને આહના નહીં, ધર્મેન્દ્રની આ બે દીકરી વિશે જાણો છો? | મુંબઈ સમાચાર

ઈશા અને આહના નહીં, ધર્મેન્દ્રની આ બે દીકરી વિશે જાણો છો?

હી મેન તરીકે જાણીતા ધર્મેન્દ્રના ચાર સંતાનને આપણે ઓળખીએ છીએ. તેમના પહેલા લગ્નથી થયેલા બે દીકરા સન્ની અને બોબી તેમ જ બીજા લગ્નથી ઈશા અને આહના નામની બે દીકરી છે. આ ચારેયમાંથી આહના ડાન્સ સાથે જ્યારે બાકીના ત્રણેય સંતાન બોલીવૂડ સાથે સંકળાયેલા છે. સન્ની દેઓલ અને બોબી દેઓલ સુરસ્ટાર છે અને ઈશા સફળ તો ન થઈ શકી પણ લોકોની નજરમાં તો આવી જ છે. જ્યારે આહના મમ્મી હેમામાલિની સાથે ભારતનાટ્યમ ડાન્સમાં ઘણીવાર દેખાઈ ચૂકી છે, સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. પણ વાત આપણે આ બન્નેની નહીં, ધર્મેન્દ્રની એ બે દીકરીની કરવાની છે, જે મમ્મી પ્રકાશ કૌરની જેમ લાઈમલાઈટથી દૂર રહી.

બન્નેએ ફિલ્મી કરિયર પસંદ કર્યું નથી અને ક્યારેય કોઈ પાર્ટી કે સોશિયલ મીડિયા પર પણ દેખાતી નથી, પણ અમે તમારી માટે તેમના વિશે થોડી વાતો લઈને આવ્યા છીએ, તો જાણો બન્ને શું કરે છે અને કેવી લાઈફ જીવે છે.

બે દીકરીના નામ છે અજિતા અને વિજેતા

ધર્મેન્દ્રએ બે લગ્ન કર્યા અને તેના છ સંતાન છે. જેમાં પહેલી પત્નીના ચાર સંતાનોમાંની બે દીકરી છે અજિતા અને વિજેતા. બે દીકરા સન્ની અને બોબી તો પિતાની જેમ બોલીવૂડમાં આવી એક્શન હીરો બની ગયા, પણ બન્ને દીકરી લાઈમલાઈટથી દૂર રહી અથવા તેમને રાખવામાં આવી.

ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશે 19 વર્ષની ઉંમરે અજિતાને જન્મ આપ્યો. અજિતા અમેરિકામાં રહે છે અને તે સાયકોલોજીની પ્રોફેસર છે. અજિતાના પતિ કિરણ ચૌધરી ડેન્ટિસ્ટ છે. બન્નેને સંતાનમાં નિકિતા અને પ્રિયંકા નામની બે દીકરી છે.
જ્યારે તેમની બીજી દીકરી વિજેતા પોતાના પરિવાર સાથે દિલ્હીમાં જ રહે છે અને એક એડવર્ટાઈઝિંગ કંપનીની ડિરેક્ટર છે. ધર્મેન્દ્રએ પોતાના પ્રોડક્શન હાઉસનું નામ પણ વિજેતાના નામ પરથી રાખ્યું છે. બન્ને જાણીતા ફિલ્મી પરિવારો સાથે જોડાયેલી હોવા છતાં જાહેરમાં ક્યાંય દેખાતી નથી.

ધર્મેન્દ્રની ત્રીજી પેઢી પણ ફિલ્મી દુનિયામાં પગ માંડી ચૂકી છે. સન્ની દેઓલનો દીકરો કરણ દેઓલ ફિલ્મ પલ પલ દિલ કે પાસથી ડેબ્યુ કરી ચૂક્યો છે. જોકે ઈન્ડસ્ટ્રીએ તેની નોંધ લીધી નથી, પણ બની શકે ધીમે ધીમે પગ જમાવતો જાય.

આ પણ વાંચો…કપિલ શર્માના કેફે પર થયેલાં હુમલાનું Salman Khan સાથે છે કનેક્શન? જાણો આખી ઈનસાઈડ સ્ટોરી…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button