બોક્સ ઓફિસમા સૈયારા સહિત બે ફિલ્મોએ મારી એન્ટ્રી, જાણો કઈ ફિલ્મે કેટલું કર્યું કલેક્શન

મુંબઈ: અહાન પાંડે અને અનીત પડ્ડાની ડેબ્યૂ ફિલ્મ ‘સૈયારા’ સહિત બે નવી ફિલ્મો 18 જુલાઈના રોજ બોક્સ ઓફિસ પર રિલિઝ થઈ હતી. સૈયારા ફિલ્મે બોક્સ ઓફિસ પર આવતા પહેલા જ ધૂમ મચાવી છે. મેકર્સની અપેક્ષા પ્રમાણે ફિલ્મને પહેલા દિવસે દર્શકો સારો પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે સૈયારા ફિલ્મ સાથે તન્વી ધ ગ્રેટ અને નિકિતા રોય પર રિલિઝ થઈ હતી. સૈયારા ફિલ્મ સાથે રિલિઝ થયેલી આ ફિલ્મોને બોક્સ ઓફિસ પર પહેલા દિવસો દર્શકો સારો પ્રતિસાદ ન મળ્યો.
‘સૈયારા’ની ધૂમ શરૂઆત
મોહિત સૂરીની મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ સૈયારા બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ધૂમ મચાવી હતી. અહાન પાંડે અને અનીત પડ્ડાની ડેબ્યૂ ફિલ્મને રિલીઝના પ્રથમ દિવસે ચાહકોએ ખુબ વખાણી હતી. મેકર્સ અને ટ્રેડ વિશ્લેષકોની ધારણા પ્રમાણે ફિલ્મે મજબૂત ઓપનિંગ કલેક્શન કર્યું હતું. ફિલ્મે પહેલા દિવસે 20 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું. બોલિવૂડમાં ડેબ્યૂ કલાકારોની ફિલ્મ માટે આ ડબલ ડિજિટ ઓપનિંગ નોંધપાત્ર સિદ્ધિ છે.
‘તન્વી ધ ગ્રેટ’નું નબળું પ્રદર્શન
અનુપમ ખેર દ્વારા દિગ્દર્શિત ‘તન્વી ધ ગ્રેટ’ની વિદેશમાં ખૂબ ચર્ચા હતી, પરંતુ ભારતમાં તે દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી. શુભાંગી દત્તની ડેબ્યૂ ફિલ્મમાં અનુપમ ખેર, બોમન ઈરાની, જેકી શ્રોફ અને પલ્લવી જોશી જેવા કલાકારો હોવા છતાં, તેણે પહેલા દિવસે માત્ર 40 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું.
નિકિતા રોય જેમાં સોનાક્ષી સિન્હા મુખ્ય રોલમાં જોવા મળી છે. આ ફિલ્મ પર મેકર્સની આશા પ્રમાણે બોક્સ ઓફિસ પર પોતાનો કમાલ બતાવી શકી નહીં. આ ફિલ્મમાં પરેશ રાવલ અને અર્જુન રામપાલ સાથેની આ ફિલ્મે પહેલા દિવસે માત્ર 23 લાખ રૂપિયાની કમાણી કરી હતી. બીજી તરફ, 11 જુલાઈના રિલિઝ થયેલી માલિક ફિલ્મને પણ દર્શકોનો સારો પ્રતિસાદ ન મળ્યો. 18 જુલાઈ સુધીમાં ફિલ્મનું કલેક્શન માત્ર 21.79 કરોડ રૂપિયા સુધી જ પહોંચ્યું હતું.
આ પણ વાંચો…રિલિઝ પહેલા જ બોક્સ ઓફિસ સૈયારાનો દબદબો, જાણો એડવાન્સ બુકિંગના આંકડા