Bollywood: આવતીકાલે બે બિગ બેનર ફિલ્મ થિયેટરોમાં, રામચરણ અને સોનુ સુદે નિરાશ કર્યા…
દરેક શુક્રવારે સિતારાઓનું નસીબ બોક્સ ઓફિસ પર અજમાવવામાં આવે છે. એક આખી મોટી ટીમ મહિનાઓ અને ક્યારેક વર્ષો સુધી ફિલ્મ માટે કામ કરે છે ને શુક્રવારે રિલિઝ થાય તેના બે ત્રણ દિવસમાં જનતા જવાબ દઈ દે છે. પહેલા વીક એન્ડમાં જ ફિલ્મની કમાણીનો થોડો ઘોણો અંદાજ આવી જાય છે. ગયા શુક્રવારે રામચરણની ગેમ ચેન્જર અને સોનુ સૂદની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ફતેહ રિલિઝ થઈ હતી, પણ ગેમચેન્જર ન ગેમ ચેન્જ કરી શકી અને ફતેહનો ફતેહ થયો નહીં. બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર ધારી સફળતા મેળવી શકી નથી.
આ પણ વાંચો : અભિનેતા સૈફ અલી ખાન પર થયો ચાકુથી હુમલો, હૉસ્પિટલમાં ભરતી
કેટલું કમાયા રામચરણ અને સોનુ સૂદ
ગેમ ચેન્જરની વાત કરીએ તો અભિનેતા રામચરણની લોકપ્રિયતાને ધ્યાનમાં લઈ ફિલ્મે છઠ્ઠા દિવસે 112 કરોડની કમાણી કરી હતી. ગઈકાલે માત્ર 6 કરોડની કમાણી ફિલ્મએ નોંધાવી હતી. બીજી બાજુ ફતેહની વાત કરીએ તો છ દિવસમાં ફિલ્મે રૂ. 10 કરોડની કમાણી કરી છે. બન્નેને હવે ખાસ કોઈ ઉછાળો મળે તેમ જણાતું નથી.
આ પણ વાંચો : હુમલાખોરનો ઈરાદો ચોરીનો કે…શું કહ્યું નોકરાણી અને સિક્યોરિટી ગાર્ડે
આવતીકાલે બે ફિલ્મો આપશે ટક્કર
ગેમ ચેન્જર અને ફતેહને બીજા વીક એન્ડનો લાભ ઓછો મળશે કારણ કે આવતીકાલે બે બિગ સ્ટારર ફિલ્મ થિયેટરોમાં જોવા મળશે. એક તો સાંસદ બનેલી અભિનેત્રી કંગના રનૌતની ખૂબ જ ચર્ચિત ફિલ્મ ઈમરજન્સી રિલિઝ થશે અને બીજી અજય દેવગન અને તેના ભાણેજ અમન દેવગન અને રવિનાની દીકરી રાશા થડાનીની ફિલ્મ આઝાદ રિલિઝ થવા જઈ રહી છે. આઝાદના ગીતોએ ધૂમ મચાવી છે. આ બન્ને ફિલ્મોમાં પ્રેક્ષકો ડિવાઈડ થશે અને ગેમ ચેન્જર અને ફતેહને ફટકો પડશે.
આ બન્ને ફિલ્મો સાથે ગુજરાતી ફિલ્મ તારો થયો પણ રિલિઝ થઈ રહી છે. હવે જોઈએ બૉક્સ ઓફિસ પર ઈમરજન્સી જાહેર થાય છે કે પછી બોક્સ ઓફિસ આઝાદ થાય છે.