અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાએ આ મેનોપોઝ અંગે દિલ ખોલીને કરી વાત, જાણો શું કહ્યું?

બોલીવુડની જાણીતી અભિનેત્રી અને લેખિકા ટ્વિંકલ ખન્ના તેની બિંદાસ વિચારધારા અને આકરા મિજાજને લઈ હંમેશાં ચર્ચામાં રહે છે. તે મહિલાઓને લગાતા વિવિધ વિષયો પર દિલ ખોલીને વાત કરે છે, જેના વિશે મોટા ભાગની મહિલાઓ ચૂપ રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં તેની કૉલમમાં મેનોપોઝ વિષય પર ખૂબ જ નિખાલસ રીતે લખ્યું હતું. તેણે આ લેખનું ટાઈટલ એવું કંઈક આપ્યું હતું કે જેનું નામ ‘દર્દ-એ-ડિસ્કો એન્ડ ધ ન્યૂ મેનોપોઝ રીમિક્સ’.
ટ્વિંકલ લખે છે કે તેઓ હંમેશાં વિચારતી હતી કે પચાસ વર્ષની ઉંમરે જીવનનું વાસ્તવિક સ્વરૂપ મળશે, પરંતુ વાસ્તવિકતા એવી નથી. તેના શબ્દોમાં તે લખે છે, “મારા હોર્મોન્સ તેનો સામાન બાંધીને કોઈ અજાણ્યા ટાપુ તરફ નીકળી ગયા છે, અને હું બારીમાંથી તારાભર્યું આકાશ જોઉં છું.” મેનોપોઝ એ મહિલાઓના જીવનનો તે તબક્કો છે જ્યારે હોર્મોનલ ફેરફારથી માસિક ધર્મ બંધ થઈ જાય છે. આ સમયગાળો મૂડમાં સ્વિંગસ, ઊંઘની ઉણપ, હોટ ફ્લેશેજ અને થાક જેવી મુશ્કેલીઓથી ભરેલો હોય છે.
કૉલમમાં ટવિન્કલ ખન્ના વર્ણવે છે કે આ તબક્કામાં હું એક સાથે જ થાકીલી પણ રહેતી અને એનર્જેટિંગ પણ રહેતી હતી. હું સર્તક પણ રહેતી હતી અને ખોવાયેલી હતી. થોડા જ સમયમાં ઠંડી લાગતી બીજા સમયે ગરમીનું હીટર શરૂ થઈ જતું. મેનોપોઝની ચોર સાથે તુલના કરે છે, જે માત્ર તમારી તિજોરી નથી ખોલતું, પરંતુ તેમાંથી ઊંઘ, શાંતિ અને ચમક લઈને ભાગી જાય છે. આ ઉપરાંત, હાડકાંઓમાં દુઃખાવો, ત્વચાનું પાતળું પડવું જેવા અનેક ફેરફાર થાય છે. હસતા-હસતા તેઓ કહે છે ક્યારેક તેને પુરુષો પર ઈર્ષ્યા થાય છે જેમને આ તમામ મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો.
ટ્વિંકલ લખે છે કે તેઓ નામો ભૂલી જાય છે – લોકો, પુસ્તકો કે ફિલ્મોના – પરંતુ બીજા દિવસે તે ફરી આવે છે જાણે રાતભર કેમ્પિંગ પર ગયા હોય. તેઓ પોતાને ‘ફિક્સર’ કહે છે, જે મુશ્કેલીઓને વ્યવસ્થિત કરવામાં માહિર છે. લગભગ 20 વર્ષ પછી તેઓ વેઇટલિફ્ટિંગ શરૂ કરી છે અને દરરોજ શરીરને મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે.
ફૂડ એન્ડ ફિટનેસ વિશે વાત કરતા તેઓ કહે છે કે તેઓ સ્ક્વૉટ, લંજ અને પેલ્વિક ફ્લોર વ્યાયામ કરે છે તેમ જ મેગ્નેશિયમ ગ્લાયસિનેટ, અશ્વગંધા, બ્રાહ્મી, લાયન્સ મેન અને પ્રિમરોઝ ઓઇલ જેવા પોષક તત્વો લે છે. તેઓ હવે બપોર અને રાત્રે ટોસ્ટેડ સેન્ડવિચ પસંદ કરે છે, અને સોયા ચકલી કે મગફળીની ચિક્કીની લાલસા ઓછી થઈ ગઈ છે. તેમ છતાં, દર બે અઠવાડિયે દીકરી નિતારા સાથે આઇસ્ક્રીમનો આનંદ લે છે.



