નેશનલમનોરંજનવિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ટીવી જગતની જાણીતી અભિનેત્રીની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં જોડાઈ

નવી દિલ્હીઃ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. રૂપાલીની સાથે ફિલ્મ નિર્દેશક અમય જોશી પણ રાજકારણમાં આવવાના છે અને તેઓ પણ ભાજપમાં જોડાશે.
‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી બુધવારે નવી દિલ્હીમાં પક્ષના અગ્રણી નેતાઓની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. ભાજપમા ંજોડાયા બાદ ગાંગુલીએ કહ્યું હતું કે, “જ્યારે હું વિકાસના ‘મહાયજ્ઞ’ને જોઉં છું, ત્યારે મને લાગે છે કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ… મને તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર છે જેથી હું જે પણ કરું, તે યોગ્ય અને સારી રીતે કરી શકું.”
અભિનેત્રી રૂપાલી ગાંગુલી અનુપમા અને સારાભાઈ vs સારાભાઈ જેવી જાણીતી સિરિયલમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે .