ટીવી સ્ટાર શિવાંગી જોશીનું થયું બ્રેક અપ, જાણો શું લખ્યું સોશિયલ મીડિયા પર?

મુંબઈ: ટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કલાકાર કુશાલ ટંડન અને શિવાંગી જોશીનું બ્રેકઅપ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કુશાલે તાજેતરમાં પોતાના બ્રેકઅપની પુષ્ટિ કરી, જણાવ્યું કે તેઓ પાંચ મહિના પહેલાં જ અલગ થઈ ગયા. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા, જેનાથી ચાહકોમાં ચર્ચા શરૂ થઈ. જોકે, શિવાંગીએ હજુ સુધી આ અંગે ખુલીને કશું નથી કહ્યું, પરંતુ તેની તાજેતરની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેનું દુખ છલકાયું હતું.
શિવાંગીની ઈમોશનલ પોસ્ટ
22 જૂન, રવિવારે શિવાંગીએ ઈન્સ્ટાગ્રામ પર એક ટેમ્પલેટ શેર કર્યું, જેમાં લખ્યું હતું, “બેબીગર્લ, હવે પોતાને થોડું વધુ પ્રેમ કર. તું ઘણું બધું સંભાળી રહી છે, જે કોઈ જોતું નથી, અને તું શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. પોતાને પ્રેમ અને સન્માન આપ.” બ્રેકઅપ બાદ શિવાંગીની ભાવુક સ્ટોરીઝ ચર્ચામાં છે, જોકે તેણે આ વિષયે જાહેરમાં કંઈ નથી કહ્યું.
કુશાલનું ડિલીટ થયેલું નિવેદન
કુશાલે રાત્રે 2:30 વાગ્યે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે તે અને શિવાંગી હવે સાથે નથી, અને આ વાતને પાંચ મહિના થઈ ગયા. આ પોસ્ટ તેણે પાંચ મિનિટમાં જ ડિલીટ કરી દીધી, પરંતુ પાંચ મીનીટની આસ્ટોરીએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું હતું. ગત વર્ષે ઓક્ટોબર મહિના બંનના સંબંધોની પુષ્ટી થઈ હતી જે બાદ સગાઈની અફવાઓએ જોર પકડ્યું હતું. પરંતુ સગાઈની અફવાઓનો બંનેએ ખંડન કર્યું હતું.
આ પણ વાંચો - જાહ્નવી સાથે બહેન ખુશી અને બોયફ્રેન્ડ તો વેકેશનમાં સાથે હોય જ, જુઓ વાયરલ વીડિયો!
કુશાલ અને શિવાંગીનો પ્રેમ તેમના શો ‘બરસાતેં – મૌસમ પ્યાર કા’ના સેટ પર શરૂ થયો. આ શો જુલાઈ 2023માં શરૂ થયો અને ફેબ્રુઆરી 2024માં ઓફ-એર થયો. શો દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઈ અને તેને પ્રેમના સુધી પહોંચ્યા હતા. જોકે બંને ટીવી જગતા મોટા કલાકાર હોવાથી બંનેના સંબંધના સમાચારે બધાનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. જોકે, હવે તેમનું બ્રેકઅપ ચર્ચાનો વિષય બન્યું છે, અને શિવાંગીની ઈમોશનલ પોસ્ટ્સ તેમના ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.