ટીવીની આ અભિનેત્રીઓ મા દુર્ગાની ભૂમિકા ભજવીને હિટ બની
શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ ખાસ અવસર પર અમે તમને ટેલિવિઝનની એવી અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ જેમણે મા શક્તિની ભૂમિકા ભજવીને પોતાની ઓળખ બનાવી હતી. આ હિરોઈનોએ મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની ભૂમિકા ભજવીને હિટ બની છે. ત્યાર બાદ તેમનો પ્રગતિ ગ્રાફ સતત ચડતો જ ગયો છે.
સોનારિકા ભદૌરિયા
ટીવી અભિનેત્રી સોનારિકા ભદૌરિયાએ ‘દેવો કે દેવ મહાદેવ’માં માતા પાર્વતીની ભૂમિકા ભજવી હતી. આ શોમાં તેણે માતા દુર્ગા અને મહાકાલીનું રૂપ ધારણ કર્યું હતું.
પૂજા શર્મા
ટીવી એક્ટ્રેસ પૂજા શર્મા સિરિયલ ‘મહાકાલી’માં નવદુર્ગાના અલગ અલગ રૂપમાં જોવા મળી હતી. આ રોલ માટે તેને દર્શકોનો ઘણો જ પ્રેમ મળ્યો હતો.
રતિ પાંડે
ટીવી અભિનેત્રી રતિ પાંડે ‘દેવી આદિ પરાશક્તિ’માં મા દુર્ગાની ભૂમિકા ભજવી હતી. રતિ પાંડે શો ‘મિલે જબ હમ તુમ’માં નુપુરનું પાત્ર ભજવવા માટે પણ જાણીતી છે.
આકાંક્ષા પુરી
અભિનેત્રી આકાંક્ષા પુરીએ ‘વિઘ્નહર્તા ગણેશ’ નામના ટીવી શોમાં માતા પાર્વતીની ભૂમિકા ભજવી હતી. આકાંક્ષા પુરી બિગ બોસ-13 માં ચર્ચામાં આવી હતી. તે સમયે તે પારસ છાબરાને ડેટ કરી રહી હતી. તે સલમાન ખાનના શોમાં ગેસ્ટ તરીકે આવી હતી.
મૌની રોય
ટીવી અભિનેત્રી મૌની રોય કલર્સના શો ‘નાગીન’માં નાગિનનું પાત્ર ભજવવા માટે જાણીતી છે. જોકે, અભિનેત્રીએ ‘દેવો કે દેવ મહાદેવ’માં માતા સતીની ભૂમિકા ભજવી હતી.
દલજીત કૌર
ટીવી અભિનેત્રી દલજીત કૌરે ‘માં શક્તિ’ નામની સિરીયલમાં દેવી દુર્ગાની ભૂમિકા ભજવી હતી. દલજીત કૌર બિગ બોસ-13માં જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી તેનું અંગત જીવન ચર્ચાનો વિષય બનેલું છે.