ઓરેન્જ કલરના આઉટફિટમાં ટીવીની આ સંસ્કારી બહુએ આપ્યા એવા પોઝ કે…

ટીવીની સંસ્કારી બહુની ઈમેજ ધરાવતી એક્ટ્રેસ અંકિતા લોખંડે આજે ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું અને ચર્ચાયેલું નામ બની ગયું છે. અંકિતાએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’થી કરી હતી અને અર્ચનાના નામથી તે ઘર ઘરમાં લોકપ્રિય બની ગઈ હતી. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ એક્ટ્રેસના ઓરેન્જ કલરના આઉટફિટમાં ફોટો વાઈરલ થઈ રહ્યા છે. તમે પણ જો આ એક્ટ્રેસના ફોટો ન જોયા હોય તો અત્યારે જ જોઈ લો…
આ પણ વાંચો…કપૂર ખાનદાનની વહુ આટલા સસ્તા સેન્ડલ પહેરીને પહોંચી બર્થડે પાર્ટીમાં અને પછી…
અંકિતા લોખંડે હાલમાં પતિ વિકી જૈન સાથે વેકેશન માણી રહી છે. તેણે પોતાના વેકેશન પરથી સુંદર ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોમાં અંકિતા સમુદ્ર કિનારા પર સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. ઓરેન્જ કલરના આઉટફિટમાં અંકિતા સુંદર લાગી રહી છે. બ્લ્યુ સી વચ્ચે અંકિતા બોટ પર એકથી ચઢિયાતા એક સિઝલિંગ પોઝ આપતી જોવા મળી હતી. મિનિમલ મેકઅપ, કાનમાં સ્ટાઈલિશ ઈયરરિંગ્સ અને ઓપન કર્લી હેરમાં અંકિતા એકદમ ડોલ જેવી લાગી રહી છે.
સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડેના આ ફોટો વાઈરલ થઈ રહ્યા છે. અંકિતાના કિલર લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ અંકિતાના આ લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ચાહકોની દિલની ધડકન અંકિતાનો આ બ્યુટીફુલ અને સિઝલિંગ અવતાર જોઈને એકદમ ફાસ્ટ થઈ ગઈ જતી. આ ફોટો પર સોશિયલ મીડિયા યુઝર્સ લાઈક્સ અને કમેન્ટ કરીને તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. અંકિતાના આ ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ જ વાઈરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો…અવનીત કૌરે એક છોકરાની કરી નાખી ધોલાઈ, કારણ જાણશો તો ચોંકી જશો!
વાત કરીએ અંકિતા લોખંડેના વર્ક ફ્રન્ટની તો અંકિતા લોખંડે ટીવી સિરિયલ પવિત્ર રિશ્તા સિવાય બીજી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. આ ઉપરાંત અંકિતા સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં પણ પતિ વિકી જૈન સાથે જોવા મળી હતી. પતિ વિકી જૈન સાથે અંકિતા લાફ્ટર શેફની પહેલી સિઝનમાં જોવા મળી હતી અને હાલમાં તે આ જ શોની બીજી સિઝનમાં પણ જોવા મળી રહી છે. દર્શકોને અંકિતા અને વિકી જૈનની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે.