ટીવી એક્ટ્રેસને Emergency Hospitalised કરવી પડી, ફેન્સ પડ્યા ચિંતામાં…
દર થોડા સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત (Bollywood Controversy Queen Rakhi Sawant)ને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મલી રહેલી માહિતી પ્રમાણે ટીવી એક્ટ્રેસ અને રિયાલિટી ટીવી શો બિગબોસની કન્ટેસ્ટન્ટને ઈમર્જન્સીના કારણો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે રાખીને હાર્ટ સંબંધિત કોઈ ગંભીર સમસ્યા છે. ફેન્સ પણ આ સમાચાર સાંભળીને ચોંકી ઉઠ્યા છે અને તે ઝડપથી સાજી થઈ જાય એ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર રાખી સાવંતના કેટલાક ફોટો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે જેમાં રાખી બેભાન અવસ્થામાં હોસ્પિટલના બેડ પર સૂતેલી જોવા મળી રહી છે. એટલું જ નહીં તેના હાથની આંગળીઓમાં ઓક્સિમીટર લગાવવામાં આવ્યું છે તો બીજા હાથમાં વિરો લગાવવામાં આવ્યો છે અને એમાંથી ગ્લુકોઝ ચઢાવવામાં આવ્યો છે. આ સિવાય એક ફોટોમાં બીપી ચેક કરતી જોવા મળી રહી છે.
આ તસવીર જોઈને ફેન્સ રાખીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર રાખીને હાર્ટ સંબંધિત કેટલીક સમસ્યા સતાવી રહી છે અને એને કારણે જ તેને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ ફોટો જોઈને ફેન્સ રાખીની સલામતીની દુઆ કરી રહી છે અને એમનું એવું કહેવું છે કે તે જેવી પણ છે પણ એને હોસ્પિટલમાં ના હોવું જોઈએ તો કેટલાક લોકો આને રાખીનું પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે. એક ફેને રાખીના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ભરોસો કરવો થોડો મુશ્કેલ છે…બીજાએ લખ્યું છે કે કોને કોને લાગે છે કે રાખી નૌટંકી કરી રહી છે. કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે બોડીથી તો ફિટ છે પણ માનસિક સંતુલન ઠીક નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાખી હાલમાં ફરી એક વખત પોતાના એક્સ હસબન્ડ રિતેશ સાથે જોવા મળી રહી છે. આ સિવાય એક ઈવેન્ટમાં ટોવેલમાંથી બનાવવામાં આવેલો ડ્રેસ પહેરીને પહોંચેલી રાખીએ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.